બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ LCB પોલીસ ટીમે ટ્રકમા ઈંટોની નીચે છૂપાવીને લઈ જવાતો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો.


પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાની  સંતરોડ ચેક પોસ્ટ પાસેથી ટ્રકમા ઇટોની અંદર છૂપાવીઁને લઈ જવાતો  વિદેશી દારુની ૪૩૮ નંગ પેટીઓ  સાથે એલ.સી.બી પોલીસે બે ઈસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લામાં દારુની હેરાફેરીની અસામાજિક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે જીલ્લા પોલીસ સજ્જ રહેતી હોય છે.પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસના પી.આઈ ડી.એન.ચુડાસમાને બાતમી મળી હતી. જેમા દાહોદ તરફથી એક ટ્રક ગોધરા તરફ આવી રહી છે.જેમા ટ્રકની પાછળની જગ્યામા  ઇટો મૂકીને  તેના અંદર વિદેશી દારુ છૂપાવીને રાખેલ છે.આથી એલસીબીની ટીમે સંતરોડ ચેકપોસ્ટ આગળ નાકાબંધી કરી હતી,અને બાતમીવાળી ટ્રક આવતા તેની તપાસ હાથ ધરવામા આવતા પાછળ મૂકેલી ઈંટોને હટાવતા દારૂની પેટીઓ મળી આવી હતી.સાથે જોગારામ જાટ,રાજસ્થાન, મૂનકારામ જાટ,રહે રાજસ્થાનની ધરપકડ કરી હતી,પોલીસે હાલમા દારુના જથ્થા ટ્રક સાથે મળીને  ૨૬,૭૫,૩૦૦ લાખ રૂપીયાનો મૂદામાલ ઝડપી પાડ્યો છે.પોલીસે પકડાયેલા બે સિવાય અન્ય રાકેશ જાટ,રાજસ્થાન, દારુ ભરી આપનાર ઇસમ,ટ્રકના માલિક,તેમજ દારુના જથ્થા મંગાવનાર વિરુધ્ધ મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોધનીય છેકે પોલીસને થાપ આપવા માટે બૂટલેગરો અવનવા તરકીબો અપનાવે છે,પણ પોલીસ તેમની તરકીબોને નાકામિયાબ બનાવે છે.