શહેરા એપીએમસી નિયામક મંડળની સામાન્ય ચૂટણી યોજાઈ,ભાજપ પ્રેરીત પેનલનો વિજય
શહેરા.
ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નિયામક મંડળ ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ નો ફોર્મ ભવ્ય વિજય થયો હતો. જેમાં ખેડૂત વિભાગમાંથી (૧)રંગીતસિંહ બામણિયા-મીરાપુર(૨)ગુલાબસિંહ સોલંકી-તરસંગ(૩)શંકરભાઇ પટેલિયા-કવાલી(૪)અરવિંદભાઈ પગી-વાડી(૫)ભાઈલાલ ભાઈ પગી-બોડીદ્રા ખુર્દ(૬)કનુભાઈ સોલંકી-ધાયકા(૭)લક્ષમણભાઈ માછી-સાદરા(૮)પ્રભાતભાઈ પટેલ-નાંદરવા(૯)ધરજીભાઈ ડીંડોર-બોરીયા(૧૦)ઘનશ્યામભાઈ ભરવાડ-અણીયાદ. વેપારી વિભાગમાંથી (૧)જશુભાઈ પટેલ-મોરવા(૨)નવલભાઈ બારીઆ-વાઘજીપૂર(૩)લક્ષમણભાઈ પટેલ-સુરેલી(૪)પ્રકાશકુમાર મેઘવાણી-શહેરા સહકાર વિભાગમાંથી (૧)જશવંતસિંહ સોલંકી-છોગાળા(૨)પ્રવિણસિંહ સોલંકી(બાહી) બિનહરીફ જાહેર થયેલા છે.સૌ નવનિયુક્ત સભ્યો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.