બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલમા મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમા નાયબ મૂખ્યમંત્રી નીતીન પટેલે હાજરી આપી.

મોરવા હડફ,પંચમહાલ

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે નાયબ મૂખ્યમંત્રી નીતીનભાઈ પટેલ કિસાન સંમેલનમા હાજર રહ્યા હતા.જેમાૃરાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણઅર્થે લેવાયેલ પગલાઓ  ઉપરાંત કિસાનોને ઉપકારક યોજનાઓની માહિતી આપવા ઉપરાંત કૃષિ વિષયક સુધારાઓના  માર્ગદર્શન-સમજણ આપવામાં આવ્યા હતૂ. સરકારી કોલેજના મેદાનમાં કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાઓના પાલન સાથે આ કાર્યક્રમમાં ધારાસભ્યો,સાંસદો,રાજકીય  અગ્રણીઓ હાજર રહ્યા હતા.નીતીન પટેલનુ સ્ટેજ પર આવતા રાજકીય અગ્રણીઓ દ્વારા તેમને આદીવાસી કોટી તીરકામઠુ,પાઘડી,તેમજ પીઠોરા ચીત્રની પ્રતિકૃતિ અર્પણ કરવામા આવી હતી.

નીતીન પટેલે જણાવ્યુ કેટલાક હજાર લોકોના ફાયદા માટે કરોડો ખેડૂતો માટે ઉપકારક એવા કૃષિ કાયદાઓ રદ કરી શકાય નહીં તેમ પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ ખાતે યોજાયેલ કૃષિ સંમેલનના અધ્યક્ષપદેથી બોલતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ કૃષિ સુધાર કાનૂન-૨૦૨૦ અંગે સમજણ આપતા કૃષિ સંમેલન રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે ત્યારે મોરવા હડફ ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સંયુક્ત રીતે યોજાયેલ આ સંમેલનના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોના હિતમાં ઉપયોગી સુધારા કરાવવાને બદલે ખેડૂતોને પોતાના ઉત્પાદન દેશમાં ગમે ત્યાં વેચવાની અને માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ આપતા ક્રાતિકારી કાયદાઓ સમૂળગા રદ કરવાની વાત કરીને ખેડૂતને ગરીબ જ રાખવા માંગતા દેશવિરોધી તત્વોની વાતોથી ભોળવાઈ ન જવા જણાવ્યું હતું. ગુજરાતના આ ત્રણેય પૂર્વીય જિલ્લાઓના ખેડૂત આગેવાનો અને મિત્રોને આ કાયદાઓ અંગે વિસ્તારપૂર્વક જણાવતા ડેપ્યુટી સીએમશ્રીએ ટેકાના ભાવો રદ કરવાની વાત અફવા માત્ર છે અને ટેકાના ભાવે ખરીદીમાં ઉલ્ટાની જણસીઓની સંખ્યા વધારવામાં આવી છે તેમ જણાવ્યું હતું. માર્કેટિંગ યાર્ડને લગતા કાયદાઓમાં સુધારો કરતા આ કાયદાઓ દેશભરના બધા ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનો સૌથી વધુ ભાવ ઓફર કરતા કોઈપણ ખરીદદારને વેચવાની છૂટ આપે છે, જે કૃષિકારો માટે આર્થિક વિકાસના નવી લહેર લાવનાર ક્રાંતિકારી કાયદા બની રહેશે. પેટ્રોલ તેમજ અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો દેશમાં ગમે ત્યાં વેચી શકાય છે ત્યારે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની મર્યાદામાં બાંધી રાખવાને તેમણે અન્યાયકારી ગણાવ્યું હતું. ભારતનો ખેડૂત પોતાનું હિત સમજે છે અને તેથી જ બે નાના રાજ્યોને બાદ કરતા અન્ય તમામ રાજ્યો વિરોધ પ્રદર્શનોથી અળગા રહ્યા છે તેમ જણાવતા ગુજરાતના ખેડૂતોને આ કાયદાઓના વિરોધમાં અપાયેલા બંધના એલાનને નિષ્ફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આ કાયદાઓ અંગે લોકોની શંકાઓનું નિવારણ કરી વધુ જાગરૂકતા લાવવા હાકલ કરી હતી.
સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ખેડૂતોને સમૃદ્ધ કરવા અવિરત પ્રયાસરત વડાપ્રધાનશ્રીની છબી ખરડવા માટે થઈને દેશવિરોધી તત્વોએ ખેડૂતોને હાથો બનાવ્યા છે અને સાચા ખેડૂતો આ આંદોલનમાં બાજુમાં ધકેલાઈ ગયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.સંમેલનમાં પશુપાલન મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી, સુશ્રી સુમનબેન ચૌહાણ, શ્રી શૈલેષભાઈ ભાભોર, શ્રી જીગ્નેશભાઈ સેવક, શ્રી રમેશભાઈ, પંચમહાલ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ગોપાલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ સહિતના સંગઠનના પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો સોશિયલ ડિસ્ન્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.   

-