ખેડૂતોની સમસ્યા સમજીને નિરાકરણ કરવૂ સરકારની ફરજ :- હાર્દિક પટેલ
મહિસાગર
મહિસાગર જીલ્લાના સંતરામપુર ખાતે ૨૦૧૭મા વિધાનસભાની ચુટણીમા એક જાહેરનામાની ભંગની ફરિયાદ મામલે પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંતરામપુર કોર્ટમાં હાજર રહ્યા હતા.ત્યારબાદ મીડીયા સાથેની વાતચીતમા તેમને ખેડુતો મામલે સરકાર સામે આક્ષેપો કર્યા હતા.
મહિસાગર જીલ્લાના સંતરામપુર ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર યુવાનેતા હાર્દિક પટેલ સામે 2017ની ગુજરાત વિધાનસભાની ચુટણી દરમિયાન એક જાહેરનામાની ભંગની ફરિયાદ નોધાઈ હતી.તેના અનુસંધાને કોર્ટમા મૂદત હોવાથી હાજર રહ્યા હતા.ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ખેડુતો આપણા બધાના પરિવારોને ખાવાનુૃ પુરુ પાડે છે.જો સરકાર તેમની સમસ્યા ન દુર કરી શકે તો રાજીનામુ આપી દેવૂ જોઈએ.છેલ્લા વીસ દિવસથી ખેડૂતો દિલ્લીબોર્ડર પાસે પોતાની માંગણીઓ કરી રહ્યા છે.ત્યારે આવા સમયમા સરકારે પોતાની જવાબદારી નિભાવી જોઈએ.ખેડૂતો સાથે દૂશ્મની કરીને સરકારે સારૂ નથી કર્યૂ.ખેડૂતોની સમસ્યાને સમજીને નિરાકરણ કરવૂ તેમની ફરજ હોય છે.વધુમા તેમને પ્રદેશ કોંગ્રેસમાં રાજીનામાં મામલે પત્રકારોને જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ અત્યારે નહી પણ બે મહિના પહેલા રાજીનામું આપ્યું હતું પરંતુ હાઈ કમાન્ડ રાજીનામા ઉપર નિર્ણય કરશે.
વધુમા તેમને ફરીની કોર્ટની મુદતમા પોતે હાજર રહીને ત્યારબાદ સ્થાનિક લોકોને મળીને પરિસ્થિતિથી વાકેફ થઈ ગામડા અને શહેરોની પરેશાનીઁને સમસ્યાને સમજવાનો પ્રયાસ કરીશ તેમ જણાવ્યુ હતૂ.વધુમા તેમને
ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીને કાનુની પ્રકિયા પૂર્ણ કરવાના પ્રયાસ કરીશુ અને જ્યાં ખોટું નથી થયું ત્યાં પોતાને ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.