બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:- દીપડાના હુમલામાં અવસાન પામેલા બાળકોના પરિવારન જયદ્રથસિંહ પરમારના હસ્તે સહાયનું વિતરણ*

ગોધરા,

      પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને કૃષિ, પંચાયત અને પર્યાવરણમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે મરણોત્તર સહાયના વળતરનો ચેક આપવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ ભોગ બનેલા પરિવારને સાંત્વના પાઠવવા સાથે દ્વારા આ દીપડાને પાંજરે પૂરવા કરાયેલા આયોજન અંગે માહિતી મેળવી આ કવાયત ઝડપી બનાવવા વનવિભાગના સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં ઘોઘમ્બા તાલુકાના અલગ-અલગ ગામોમાં દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે બે બાળકોના તેમજ એક વાછરડી મૃત્યુ પામ્યા હતા. જેને પગલે જિલ્લાના વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા મુકવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ભોગ બનેલા પરિવારોની મુલાકાત લઈ સંવેદના પ્રકટ કરી હતી. આ ઉપરાંત, ગોયાસુંડલ ગામે મંત્રીશ્રીએ વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, નાયબ વનસંરક્ષકશ્રી મીણા તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગ્રામજનોની રજૂઆત શ્રી જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા સાંભળવામાં આવી હતી અને યોગ્ય પગલાં લેવા તેમજ દીપડાને પાંજરે પૂરવા માટેનું આયોજન વધુ સઘન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ગોયાસુંડલ અને કાંટાવેડા ગામે થયેલા હુમલામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને ₹ ૪ લાખની મરણોત્તર સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને પાંજરા મુકવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે.  ટ્રાન્કવીલાઈઝ કરીને પકડવા સહિતના વિકલ્પો વિશે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે ટૂંક સમયમાં દીપડાને પાંજરે પુરી ગ્રામજનોને તેના આતંકથી મુક્તિ અપાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કેટલાક વિસ્તારોને લોકેટ કરીને વધુ પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

----૦૦૦----