બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: શહેરામા કૃષિબીલને લઇને કોંગ્રેસનુ તંત્રને આવેદન

શહેરા,

શહેરા ખાતે તાલૂકા કોંગ્રેસ સમિતી  દ્વારા સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિસંબધીત કાયદા મામલે શહેરા મામલતદાર ને આવેદન સુત્રોચ્ચાર સાથે  આપવામા આવ્યુ હતુ.આવેદન આપવા માટે તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓની સાથે મહિલાકોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા.આ કૃષિ કાયદો રદ
કરવાની માંગ કરવામાં આવી હતી.

ગુજરાત સહિત દેશભરમા કૃષિકાયદાનો કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ  રહ્યો છે.બુધવારના રોજ તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા આ કૃષિ સંબધિત કાયદા દ્વારા પરત ખેચવા મામલે  આવેદન આપ્યુ હતુ.કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકારો અને અગ્રણીઓ હાથમા
"ન્યાય માટે  આંદોલન કરતા ખેડુતોને સહયોગ આપો" અને ખેડૂતોની માંગ પુરી કરવામા આવે તેવા બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.આવેદનપત્રમાં આક્ષેપ કરવામાંઆવ્યો હતો.કે કૃષિ સંબધીત સહિત ત્રણ કાયદા પાછા ખેચીને રદ કરવા જોઈએ.મોદી સરકારે ત્રણ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ જેટલા અન્નદાતાઓને મૂઠ્ઠીભર મૂડીપતિઓના હાથે ગીરવેમુકી હરિતક્રાતિને ખતમ કરવાનુ તેમજ દેશના ખેડૂત અને ખેતમજૂરીઓની મહેનતને મુડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનુ ષડયંત્ર રચ્યુ છે.જેના કારણે ખેતમજૂરો,મંડીમજુરો,ટ્રાન્સફોરર્સ સહિતના કરોડો લોકોનો વિરોધ થઈ રહ્યો છે.વધૂમા આ કૃષિ સંબધીત કાયદાને રદ કરવા માટે આવેદનમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો.આવેદનપત્ર આપવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આરત સિહ પટેલ, દુષ્યંત સિંહ ચૌહાણ તખત સિંહ સોલંકી રંગીત સિહ પગી ઈકબાલ પોચા સાજીદ વલી રિઝવાન પઠાણ
પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકાબેન પરમાર, પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી તથા પંચમહાલ જિલ્લાના પ્રભારી જાનકી બેન પટેલ,  પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ જયશ્રી પરમાર, મહામંત્રી નિશરીનબેન શહેર મંત્રી મીનાબેન પૂરાણી જે બી સોલંકી ગુણવંતભાઈ પરવીન પરમાર મોઈન કોઠારી ફારૂકભાઇ મોગલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.