બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા: એરંડી ગામે દિલ્લીના ધરણામા મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રધ્ધાજંલી આપવામા આવી.


ગોધરા,

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામના કેટલાક ખેડૂતો તેમજ પંચમહાલ જીલ્લા યુવા કોંગ્રેસના મહાસચિવ વિરેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં દિલ્લીના ધરણામાં મૃત્યુ પામનારા ખેડૂતોને શ્રધ્ધાજંલી આપવામા આવી.ખેડૂતોનુ જણાવુ છેકે આ ખેડૂત વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે તે પરત લેવામાં આવે તેમજ  ખેડૂત
આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતો માટે અમે આજે પ્રાર્થના કરીછે. વધુમા તેમને  ભારત ખેતીપ્રધાન દેશ છે.ભારત દેશમાં કરોડો ખેડૂતોના માથે લટકતી તલવાર પર મૂકી દીધી પાછલા ૨૬ દિવસથી ખેડુતો આંદોલન કરી રહ્યા છે. સરકારના પેટનું પાણી હાલતું નથી વર્તમાન સરકારે અંબાણી અદાણી જેવા ઉદ્યોગ પતિઓના હાથમાં ખેડૂતોની કમાન આપવાની મેલી મુરાદ છે.ખેડૂતોના સર્મથનમાં કાળો કાયદો દુર થાય તેવી પ્રાર્થના કરી હતી.