બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:-શિયાળાની ઠંડીને કારણે ઘઉનો પાક સારો થવાની ખેડૂતોમાં આશા

પંચમહાલ,

પંચમહાલ જીલ્લામાં શિયાળાની ફુલગુલાબી શરૂઆત થઈ ગઈ છે.સવારના સમયમા ધુમ્મસ ભર્યો વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે.શિયાળાની ઠંડી ઘઉંના પાક માટે આર્શિવાદરૂપ બની રહે છે.હાલમા ઘઉના પાકના અંકુર ફુટી નીકળતા આલ્હાદક દ્શ્યો સર્જાય રહ્યા છે.

પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમા ખાસ કરીને ઘઉના પાકની ખેતી થઈ રહી છે.
જેનાથી આવક પણ ખેડુતો આવક મેળવી રહ્યા છે.હાલમા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.જીલ્લાવાસીઓ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.પંચમહાલ જીલ્લામાં સારા એવા પ્રમાણમા ઘંઉનું વાવેતર કરવામા આવ્યુ છે.હાલમા ઠંડીનુ વધારે પ્રમાણ ઘંઉના પાક માટે આર્શિવાદ સમાન બની રહે છે.હાલમા ઘંઉના પાકથી ખેતરો લીલાછમ ભાસી રહ્યા છે.ઘઉના પાકના અંકુરો ફુટી નીકળ્યા છે.અંકુર પર પડેલી ઝાકળના કારણે જળબિંદુઓ પર સુરજના કિરણોથી આલ્હાદક નજારો સર્જાઈ રહ્યો છે.ઘંઉના પાકને પાણીની જરુર હોય ખેડુતો દ્વારા પાણી મુકવામા આવી રહ્યુ છે.સાથે શિયાળામાં ઠંડીનુ સારુ એવુ પ્રમાણ ઘંઉના પાક માટે લાભકારક થઈ શકે છે.જેના કારણે ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે.