પંચમહાલ: શહેરા-ભૂણિદ્રા એસટી રૂટની બસબંધ થતા મુસાફરોને હાલાકી,બસ શરૂ કરવા માંગ
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેથી ( વાયા) સેગપુર ભુણીન્દ્રા ( કેળ ) જતી એસટી બસ બંધ થતા મૂસાફરોને હાલાકી પડી રહી છે.આથી આ બસ ચાલુ કરવામા આવે તેવી મૂસાફરોની માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ જીલ્લાના શહેરાથી વાયા શેખપુર
ભુણીન્દ્રા ( કેળ ) ગામમા આવનજાવન કરતી એસટી બસ બંધ થતા મૂસાફરો માટે હાલાકી થવા પામી છે. આ બસ નોકરીયાતો,મજુરીકામ કરતા ગ્રામીણવર્ગ માટે આર્શિવાદ સમાન હતી.શહેરાથી વાયા શેખપુર થઈને ભુણીન્દ્રા જતા વચ્ચે આવતા ગામોના લોકો માટે પણ આ બસ આર્શિવાદ સમાન હતી.વધુમા આ વિસ્તારના લોકો અન્ય શહેરોમાં પણ રહેનારા લોકો માટે આર્શિવાદ સમાન હતી,પણ તેમને પણ હાલાકી પડવાની શકયતાઓ છે.હાલમા મૂસાફરો દ્વારા લોકલ રુટની શહેરા-વાયા શેખપુર (ભૂણીન્દ્રા) બસ શરૂ કરવાની માંગ કરવામા આવી રહી
છે.હાલમા જોવાનૂ એ રહ્યુ કે એસટી વિભાગ હવે આ બસ ફરી શરૂ કરવા માટે પગલા લે છે ખરી??