ગોધરા: સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન,૧૫૦ થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયુ.
ગોધરા,
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલા નિરંકારી સત્સંગ ભવનમાં રકતદાન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા નિરંકારીભકતોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.ઇન્ડીયન રેડક્રોસની ટીમના સહયોગથી રકતદાન શિબીરમાં ૧૫૦ થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતુ.
વિશ્વભરમા કોરોના મહામારીએ કાળોકેર વર્તાવ્યો છે.ત્યારે હોસ્પિટલોમાં સારવાર માટે રકતની તાતી જરૂરીયાત ઉભી થતી હોય છે.પોતાની સામાજીક લોકોની સેવા માટે ખડેપગે આગળ રહેતી સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન અને ઇન્ડીયન રેડક્રોસ
સોસાયટી ગોધરા દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન નિરંકારી ભવન ખાતે આયોજન
કરવામા આવ્યુ હતૂ.સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ ના આશીર્વાદથી દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી દ્વારા રકતદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.રક્તદાન શિબીરમાં
નિરંકારીભકતોએ કોવિડ પ્રોટોકોલ જાળવીને રકતદાન શિબીરનુ આયોજન કર્યુ હતુ.