બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

નવા વર્ષથી જિયો યુઝર્સ તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકશે

રિલાયન્સે તેનો લેટેસ્ટ હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ કુલ 4 પ્લાન લોન્ચ કર્યા છે. એમાં  રોજનું 1GB ડેટાનો 1 પ્લાન, 2 પ્લાન પ્રતિ દિવસ 1.5GB ડેટાના અને એક પ્લાનમાં 30 દિવસ માટે કુલ 2GB ડેટા મળે છે. આ પ્લાનની કિંમત 129 રૂપિયા છે. 1 જાન્યુઆરી, 2021થી જિયો યુઝર્સ માટે તમામ નેટવર્ક કોલ ફ્રી ની સુવિધા આપવામાં આવશે.

જિયો યુઝર્સ માટે નવું વર્ષ સારા સમાચારથી શરૂ થશે. યુઝર્સ હવે 1 જાન્યુઆરીથી જિયો ટુ જિયો સિવાય જિયો ટુ અધર નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ કરી શકશે. એનો લાભ દેશભરના જિયો યુઝર્સ લઈ શકશે અને આ સુવિધા તમામ નેટવર્ક માટે લાગુ થશે.
જિયો જ ગ્રાહકો પાસેથી IUC લેવામાં આવતી 
IUC [ ઈન્ટર કનેક્ટેડ ચાર્જ  ] દેશમાં જિયો કંપની જ લઈ રહી હતી. ગત વર્ષે 31 ડિસેમ્બરે રિલાયન્સ જિયોએ પ્રથમવાર IUC ચાર્જ લાગુ કર્યો હતો.