બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: CM વિજયભાઈ રૂપાણીના આગમન પુર્વ તંત્રની સમીક્ષા બેઠક યોજાઈ.


ગોધરા,

        મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાલ જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્થે જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર એ મુખ્યમંત્રીના શહેરા ખાતેના કાર્યક્રમ અંગેના પૂર્વ આયોજન સંદર્ભમાં થઈ રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મુખ્યમંત્રી ની સૂચના અનુસાર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોરોના સામેની સાવચેતીઓનું ચુસ્તપણે પાલન થાય તે રીતે બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, વીજપુરવઠો, શૌચાલય, સ્ટેજ વ્યવસ્થા સહિતના આયોજન અંગે ઉપયોગી માર્ગદર્શન અને નિર્દેશો આપ્યા હતા. ગોધરા, હાલોલ,જાંબુઘોડા (ઘોઘમ્બા) અને મોરવા હડફ ખાતેથી કાર્યક્રમમાં ઓનલાઈન જોડાવા અંગેની વ્યવસ્થા વિશે તેમણે સૂચના આપી હતી. બેઠકમાં પોલિસ અધિક્ષક ડો. લીના પાટીલ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયા, પ્રાંત અધિકારીઓ સહિતના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,વધુમા શહેરા સ્થાનિક તંત્રના અધિકારીઓએ જ્યા કાર્યકમ રાખવાનો છે.ત્યાની પણ મુલાકાત લીધી હતી.