પંચમહાલ:-CM વિજયરૂપાણીના આગમનના સ્થળની મુલાકાત લેતા કલેકટર
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ખાતે મૂખ્યપ્રધાન આવી રહ્યા છે.જ્યા જીલ્લાના વિકાસકાર્યો અને ખાતમુર્હતના કાર્યક્રમ યોજાવાનો છે.જેને લઇને જીલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પંચમહાલ જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્થે જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે,તેને લઇને વહિવટી તંત્ર સજ્જ બન્યુ છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરા,જીલ્લા એસપી લીના પાટીલ,એ મૂલાકાત લીધી હતી,જેમા શહેરાના સ્થાનિક તંત્રના પ્રાન્ત અધિકારી જય બારોટ,મામલતદાર મેહૂલ ભરવાડ સહિતના અધિકારીઓએ મહેલાણ તેમજ સાજીવાવ ગામની મુલાકાત લીધી હતી.મૂખ્યમંત્રી વિજયભાઈ રુપાણી શનિવારે અહી વિકાસકાર્યો અને ખાતમુર્હતના કાર્યક્રમમા હાજર રહેવાના છે.