બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: શહેરા તાલુકાના મહેલાણ ખાતે સીએમના આગમનની તડામાર તૈયારી.

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામે મૂખ્યપ્રધાન વિજયરુપાણી
ખાતમુર્હત અને વિકાસકાર્યોના કામોનુ લોકાર્પણ કરવા આવી રહ્યા છે.તેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે.જેમા હેલિપેડ તેમજ સભાસ્થળ ખાતે કોઈ કચાસ નહી રહી જાય તે માટે ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે.પાણી પુરવઠા અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ,જળસંપત્તિ- પાણી પુરવઠા સહિતના વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરવામા આવશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કુલ રૂ. ૭૦૫ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે.શહેરા તાલુકાના મહેલાણ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રૂ. ૨૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે

જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમૂહુર્ત કરાશે. આ યોજના તૈયાર થવાથી ૧૨૮ ગામોની ૪૩,૫૦૦ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે.