શહેરા:સામાજીક સદભાવ સમિતી દ્વારા શ્રીરામ મંદિર નિર્માણ નિધી માટે બેઠકનુ આયોજન.
પંચમહાલ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક એવા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજીક સદભાવ સમિતી (શહેરા તાલુકા)ની બેઠક મળી હતી.અયોધ્યામાં આકાર પામનાર શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણને લઇને શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધી સર્મપણ અભિયાનને લઇને જરૂરી ચર્ચા-વિચારણા કાર્યકતાઓને કામગીરી સોપવામા આવી હતી.આ બેઠકમાં ગુરુધામ આશ્રમ,છબનપુરના મહંતશ્રી ૧૦૮ ઈન્દ્રજીત મહારાજ ખાસ હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશમા આવેલા અયોધ્યા ખાતે ભવ્યથી ભવ્ય રામમંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે.અયોધ્યાનુ રામમંદિર દેશના કરોડો હિન્દુઓની આસ્થાનુૃ કેન્દ્રબિંદુ બની રહેવાનુ છે.હિન્દુ સમાજના ગૌરવસમાન ઐતિહાસિક શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્ર -શ્રીરામ મંદિરના નિર્માણ માટે નિધી સર્મપણ અભિયાન હેઠળ શહેરા તાલુકાના પાલિખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજીક સદભાવ સમિતી (શહેરા તાલુકા)ની સદભાવ બેઠક મળી હતી.
જેમા તાલુકામાથી હિન્દુસમાજના અગ્રણીઓ,યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.છબનપુર ગૂરૂધામ આશ્રમના મહંત ઇન્દ્રજીત મહારાજે જણાવ્યુ કે શ્રીરામ મંદિરના નિર્માણ માટે દરેક સમાજને સમરસતાનુ ધ્યાન રાખીને,ભેદભાવ ભુલીને આહાવાન કરવામા આવ્યુ છે.મોહન ભાગવતજીનો સંદેશો છેકે જનજનસૂધી સંદેશો પહોચે રામજન્મભુમિમાં નિધીસ્વરૂપે લોકોની શ્રધ્ધા એકત્રીત થાય.ભલે તેમા એક રૂપિયો હોય કે લાખ રૂપિયા.રામમય વાતાવરણ બને, સમાજ મજબૂત બને,હિન્દુચેતના જાગી ઉઠે તેવો સંદેશો છે.આ બેઠકમાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે નિધી સર્મપણ અભિયાન માટે જરુરી સૂચનાઓ પણ ,હોદેદારો અને કાર્યકર્તાઓને આપવામા આવી.