બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: વિશ્વકર્મા જયંતીની જાહેર રજા રાખવાની માંગ સાથે લેખિત આવેદન આપવામા આવ્યુ.

પંચાલ યુવા સંગઠન પંચમહાલ ના હાલોલના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ ના દિવસે જાહેર  રજા રાખવા બાબતે હાલોલ મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ હતૂ.
    મહાસુદ  તેરસના દિવસે એન્જીનીયરીંગ અને વાસ્તુકલાના દેવતા એવા શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જંયતી સમગ્ર દેશભરમાં ભારે ધૂમધામપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય છે જેમાં હાલોલ નગર ખાતે પણ વિશ્વકર્મા જયંતીની ઉજવણી વાજતે ગાજતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાય છે જેમાં નગરમાં વસતાપંચાલ,મિસ્ત્રી,સુથાર,
કડિયા,પ્રજાપતિ,લુહાર અને સોની,અને સોમપુરા સાંજના લોકો વિશ્વકર્મા જયંતિ નિમિતે શ્રી વિશ્વકર્મા ભગવાનની પુંજા અર્ચના કરે છે મોટા ભાગના લોકો નાના મોટા ઉદ્યોગો સરકારી નોકરી સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા હોઈ આ દિવસે સરકારી જાહેર રજા રાખવા બાબતે પંચાલ યુવા સંગઠન પંચમહાલ હાલોલના પંચાલ સમાજના   પ્રમુખ પ્રવીણભાઈ પંચાલની આગેવાનીમાં પંચાલ સમાજના અગ્રણીઓએ હાલોલ મામલદાર કચેરીએ પહોંચી હાલોલ મામલતદારને આવેદન પત્ર પાઠવી વિશ્વકર્મા જયંતિ નિમિતે જાહેર રજા રાખવા માંગણી કરી પોતાની રજુઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડી આ દિવસે જાહેર આપવામાં આવેતો શ્રી વિશ્વકર્મા ભગવાનના ભક્તજનો દિવસ ભર વિશ્વકર્મા જયંતીની ઉજવણીમાં ભાગ લઈ પુંજા અર્ચના કરી શકે તેને લઈ જાહેર રજા રાખવા પ્રબળ માંગ કરતું આવેદન પત્ર મામલતદારને પાઠવ્યું હતું.