પંચમહાલ:-સરકારી યોજનાઓના નાણાના લાભ લાભાર્થીઓને જલદી મળે તે હેતુથી વલ્લભપુરના ગ્રામજનોનુ આવેદન
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી તાલુકા પંચાયતની કચેરી ખાતે વલ્લભપુર ગામના યુવાઅગ્રણી તેમજ અન્ય યુવાનોએ તંત્રને આવેદન આપવામા આવ્યુ હતૂ.આવેદનમા ઉલ્લેખ કરવામા આવેલ હતો કે.શહેરા તાલુકાના વિવિધ યોજના જેવી કે શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ નરેગા યોજના ના ગ્રાન્ટો છેલ્લા એક વર્ષથી બાકી છે.જેથી કરી આમારી માંગ છે કે જે વહેલી તકે ખાતેદારોને હપ્તો જમા થાય તેવી અમારી શહેરા તાલુકાની પ્રજાવતિ અમારી માંગણી છે. અને ખાનગી રાહે જણાવવા મુજબ વચેટિયાઓ એજન્ટો લાભાર્થી પાસેથી બે હજાર અથવા ૫ હજાર રૂપિયાની માંગણી કરતા હોય છે. તેવી અમોને માહિતી મળેલ છે. જેથી કરીને લાભાર્થીઓ પોતે જ ફોર્મ લઇને આવે તો સ્વીકાર કરવો અને જે કોઈ એજન્ટ કામ ના કરે તેવી અમારી માંગણી છે.આવેદન આપવા યુવા અગ્રણી જે.બી સોલંકી સહિત અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.