બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

3 જુલાઇના દિવસે JEE Advanced 2021ની પરીક્ષા લેવાશે, શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલની જાહેરાત.

નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી 2021, ગુરુવાર

ગત વર્ષે માર્ચમાં લોકડાઉન બાદથી શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે. જે હવે તબક્કાવાર શરુ થઇ રહ્યું છે. ધીમે ધીમે શાળા કોલેજો ખુલી રહી છે, પરીક્ષાઓ યોજાઇ રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રિય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જેઇઇ એડવાંસ્ડ (JEE Advanced) પરીક્ષા 2021ની તારીખોની જાહેરાત કરી છે. 3 જુલાઇના રોજ JEE Advanced પરીક્ષા યોજાશે. કેન્દ્રિય મંત્રીએ એક વેબિનારના માધ્યમ વડે આ માહિતિ આપી છે. સાથે જ આઇટીઆઇમાં પ્રવેશ માટે જરુરી યોગ્યતા અને નિયમોની પણ જાહેરાત કરી છે.


પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, પ્રિય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જેઇઇ મેઇન્સ માટેની પરીક્ષા તારીખોની ઘોષણા બાદ સતત તમારા બધાની માંગ હતી કે JEE Advanced પરીક્ષા ક્યારે થશે, ક્યાં થશે અને તેમાં કોઇ છૂટ મળશે કે કેમ? 

તેમણે આગળ કહ્યું કે ગયા વખતે કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિ હતી અને અત્યારે પણ આપણે તેમાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવી શક્યા. મને જણાવતા ઘણી ખુશી થાય છે કે આવી પરિસ્થિતિમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેઇઇ દ્વારા આઇટીઆઇમાં પ્રવેશ માટે JEE Advancedમાં 75 ટકાનો જે માપદંડ હતો તેને હાલ પુરતો દૂર કરવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને સુવિધા મળી શકે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે.

આ પરીક્ષા ઘણી મહત્વપૂર્ણ હોય છે.


 3 જુલાઇ 2021ના રોજ આ પરીક્ષ3 લેવામાં આવશે. તમારી પાસે હજુ ઘણો સમય છે. માટે તમે સારી રીતે તૈયારી પણ કરી શકો છો. વર્તમાન સમયે આ પરીક્ષાનું આયોજન આઇઆઇટી ખડગપુર દ્વારા કરવામાં આવશે.