બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

33 વર્ષથી માત્ર ચા પીને જીવે છે આ મહિલા, 'ચાયવાળી ચાચી'ના નામથી છે મશહૂર.

છત્તીસગઢના પલ્લી દેવી જે કોરિયા જિલ્લાના બેકન્ઠપુર વિકાસખંડના બરદિયા ગામમાં રહે છે. તેઓ છેલ્લા લગભગ 33 વર્ષથી માત્ર ચા પીને જીવિત છે અને મહત્વની વાત તો એ છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. પરિવારજનો અનુસાર પલ્લી દેવીએ છેલ્લા લગભગ 33 વર્ષોથી અન્નજળનો ત્યાગ કર્યો છે અને માત્ર ચા પીને જીવે છે.


કોરિયા જિલ્લાની જિલ્લા હોસ્પિટલના ડૉ. ગુપ્તાનું કહેવું છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક વ્યક્ત 33 વર્ષ સુધી માત્ર ચા પીને જીવિત રહી શકે નહી. એ હેરાન કરનારી બાબત છે. એ વાત અલગ છે કે નવરાત્રીમાં લોકો 9 દિવસ માટે વ્રત રાખે છ  અને  માત્ર ચા પીવે છે પરંતુ 33 વર્ષ ઘણાં જ વધારે હોય છે અને તે શક્ય નથી.


44 વર્ષની મહિલા પલ્લી દેવીના પિતા રતિરામ જણાવે છે કે પલ્લી જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી જ તેણે ભોજન છોડી દીધું, ભાઈએ જણાવ્યું કે જ્યારથી અમે સમજણા થયાં છીએ અમારી બહેનને આ રીતે જ જોતા આવ્યા છીએ. મારી બહેન કોરિયા જિલ્લાના તરગવામાં 1985માં લગ્ન કરી રામ રતનને ત્યાં ગઈ હતી પરંતુ પહેલીવાર પરત આવ્યા બાદ ફરી ગઈ નહી. જ્યારે પલ્લી દેવીનું કહેવું છે કે તેને ભૂખ નથી લાગતી, દિવસ આથમ્યા બાદ ચા પી લે છે.


પલ્લી દેવીના ભાઈ અનુસાર પરિવારમાં જેમની પાસેથી દુધ આવતુ હતું ત્યાં પૈસા આપવામાં વિલંબ થઈ ગયો હતો. દુધવાળાએ પરિવારને ખરીખોટી સંભળાવતા નારાજ પલ્લી દેવી લાલ ચા પીવા લાગી. તેમણે પલ્લી દેવીને ડોક્ટરને બતાવ્યું જેથી ખબર પડે કે તેનો કોઈ બીમારી તો નથી ને પરંતુ ડોક્ટરની તપાસમાં તે સ્વસ્થ નિકળી.