બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: બેરોજગારોને નોકરી મળે તેના સર્મથનમાં યુથ કોંગ્રેસનુ તંત્રને આવેદન.

ગોધરા,

પંચમહાલ યુથ કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય માં શિક્ષિત યુવા બેરોજગારોને કાયમી નોકરી મળે તેના સમર્થનમાં  ગોધરા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

યુથ કોંગ્રેસના પ્રમૂખ મીકી જોસેફે જણાવ્યુ હતુ કે ગુજરાત માં છેલ્લા કેટલાય વર્ષો થી શિક્ષિત તેમજ ટેટ ટાટ પાસ થયેલ ડિગ્રીધારી યુવાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે છેલ્લા દસ વર્ષોથી વ્યાયામ , કલા અને સંગીતના શિક્ષકો ની ભરતી કરવામાં આવતી નથી.હજારો રૂપિયા ખર્ચ કરી ને ડિગ્રી મેળવનાર યુવાઓ ને આજે લાયકાત હોવા છતાં મજૂરી સહિત અન્યકામો કરવા પડે છે.
છતાં પણ ગુજરાત સરકારના પેટ નું પાણી પણ હાલતું નથી.દિન પ્રતિદિન શિક્ષિત બેરોજગારોની હાલત કફોડી બની રહી છે , આવનાર સમયમાં જો ગુજરાત સરકાર શિક્ષિત બેરોજગારોની તેમજ વ્યાયામ ,બીએડ,પીટીસી શિક્ષકોની કાયમી ભરતી નહિ કરે તો આખા ગુજરાત રાજ્ય માં ગાંધીચીધ્યા માર્ગે આંદોલનો કરવામાં આવશે.એમ યુથ કોંગ્રેસના પ્રમૂખ મીકી જોસેફે જણાવ્યુ હતુ.આવેદન આપવા કોંગ્રેસના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.