પંચમહાલ કોંગ્રેસ સમિતીની મિંટીગ યોજાઈ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબ ના આદેશ પ્રમાણે ખેતી બચાઓ અભિયાન ખેડૂત જનજાગૃતિ અભિયાન અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ની આગામી ચૂંટણી સંદર્ભે પક્ષના ઉમેદવારો ની વિગતો તૈયાર કરવા અને રણનીતિના ભાગરૂપે ગોધરા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી ના નેતૃત્વમાં ગોધરા તાલુકાના ચંચોપા મુકામે યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ અને મધ્ય ગુજરાતના નિરીક્ષક ડોક્ટર જીતુભાઈ પટેલ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પટેલ તાલુકા પ્રમુખ રણજિતસિંહ પટેલ પંચમહાલ જીલ્લા મહામંત્રી સાજીદ વલી ગુજરાત પ્રદેશ ઓબીસી મંત્રી ગણપતભાઇ પટેલ જિલ્લા કોંગ્રેસ મંત્રી યોગેશ શાહ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પંડ્યા કિરણભાઈ ભરતભાઈ સન્ની ભાઇ શાહ માનસી ભાઈ પટેલ વિરેન્દ્રસિંહ પટેલ વગેરે કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂતો ના પ્રશ્ને જનસંપર્ક અભિયાન અને પ્રદેશ સમિતિના માર્ગદર્શનનો અમલ કરવા કાર્યવાહી કરવામાં આવેલ અને ખેડૂતોને થઇ રહેલા અન્યાય મુદ્દે ગ્રામ વિસ્તાર માં કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરેલ પત્રિકાઓ નું પણ ઠેરઠેર વિતરણ કરવામાં આવેલ હતું*