બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઘોઘંબા તાલુકાના માલૂ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતમુહૂર્ત કરાયુ

ગોધરા,

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુ માટે જમીન ઉપલબ્ધ થતા આજે કાલોલ ધારાસભ્ય  સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ  છેલુભાઈ રાઠવા સહિતના જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ. કે.રાઠોડ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ.કે. જૈન, તાલુકા હેલ્થ ઓફીસર  નયન જોષી સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પીએચસીના નિર્માણ સાથે માલુ ગામ અને આસપાસના ૨૦ કિમી વિસ્તારમાં આવેલ ગામોના લોકોને આરોગ્યની ઝડપી, સચોટ, સતત અને મફત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ કેન્દ્રમાં સગર્ભા માતાઓ સબંધી સેવાઓ, પ્રસૂતિની સુવિધાઓ, નવજાત બાળકો માટે રસીકરણની સુવિધાઓ, એમ્બ્યુલન્સની સેવા, પોસ્ટમોર્ટમ, અન્ય બિમારીઓ માટે સ્થાનિક સ્તરે સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થતા સ્થાનિક લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.