બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શહેરા:કોવિડારસીકરણ કાર્યક્રમમા કોરોના ફ્રન્ટલાઇન વોરિયરે રસી મુકાવી


શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા 
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામા આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવેલા લાઇવ પ્રવચનને સાભળ્યુ હતુ,શહેરાના પ્રાંત અધિકારી જય બારોટે પોતાના પ્રવચન દરમિયાન આરોગ્ય કર્મીઓ,વહીવટી કર્મીઓ તેમજ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવેલ હતી.કોરોના રસીકરણમા શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભરત ગઢવી ને કોરોના રસી મૂકવામા આવેલ હતી,ત્યારબાદ ખાનગી દવાખાના ના તબીબો ને ટીકાકરણ કરવામાં આવ્યું હતું.જીલ્લા કલેકટર અમિત અરોરા એ પણ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવેલ હતી. સાથે જ રસી મૂકાવનારને ગુલાબના પુષ્પગુચ્છ આપ્યા હતા.પહેલા દિવસે થયેલા રસિકરણના કાર્યક્રમમાં શહેરા તાલુકા મામલતદાર મેહુલ ભરવાડ,સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ અશ્વિન રાઠોડ જિલ્લા ક્ષય અધિકારી પરમજીત બરૂઆ,ભાજપ તાલુકા પ્રમુખ મગન પટેલિયા મહામંત્રી સંજય બારીઆ હાજર રહેલ હતા.