બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: આશાવર્કર બહેનોએ આપ્યુ આરોગ્ય અધિકારીને આવેદન

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની ધાત્રી બહેનો,સર્ગભા બહેનોની નોંધણી તેમજ સારસંભાળ કરતી આશાવર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ સાથેનુ આવેદનપત્ર તાલુકા હેલ્થ ઓફીસરને આપવામા આવ્યુ હતુ.અને પોતાની માંગણીઓ નહી સ્વીકારવામા આવે તો આગામી સમયમાં અચોકકસ મૂદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે.૨૦૦૭ના વર્ષથી અમારી નિમણુક કરવામા આવી હતી.સરકારના નિયમો મુજબ અમે કામગીરી કરીએ છે.અમારી પાસે સગર્ભા નોધણી,ધાત્રીમાતાની દેખભાળ તેમજ રસીકરણ સહિતની જનસેવાને લગતી આરોગ્યની તમામ કામગીરી કરીએ છે.પરંતુ સરકારે અમારો ફિકસ પગાર કર્યો નથી.અને અમને માનદવેતન આપવામા આવે છે.કોરોના જેવી વૈશ્વિક મહામારીમા અમે ઘરેઘરે જઇ સર્વે કરીને રાતદિવસ ફરજ બજાવી હતી.હવે સરકાર અમને લેખિતમાં અમને ફિકસ પગારની ખાતરીના આપે.અમારી સરકાર માંગ નહી સ્વીકારે અચોક્કસ મૂદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.આવેદનપત્ર આપવા માટે શહેરા તાલુકાની આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી.