બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ:શહેરા તાલુકામાં ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની શિક્ષણ વિભાગ દ્વારા ઉજવણી કરાઈ...


૨૫ જાન્યુઆરી નેશનલ વોટર દિવસને ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી શિક્ષણ પરીવાર અને સમગ્ર શિક્ષા, શહેરાના સંયુક્ત ઉપક્રમે ૩૦૭ શાળાઓ અને બી.આર.સી.ભવન શહેરા ખાતે કરવામાં આવી. જેમાં શિક્ષકો, સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને સમગ્ર શિક્ષા સ્ટાફ દ્વારા સશક્ત, સુરક્ષિત, પોસ્ટલ બેલેટ, જાગૃત, સતર્ક, સુરક્ષિત ઈ.વી.એમ., વી.વી.પેટ., એપિક વોટર હેલ્પલાઇન વગેરેની જાગૃતિ માટે ભારત નિર્વાચન આયોગનો પચાર પસાર કરવામાં આવ્યો. વધુ લોકોમાં જાગૃતિ લાવી વધુ મતદાન કરે તે માટે બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્થાનિક જાગૃત અગ્રણીઓ અને શિક્ષણ વિભાગે સફળ બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી.