બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલથી ભાજપના ચુંટણી પ્રચારના શંખનાદ અને ઢોલ નગારા સાથે શ્રી ગણેશ.CM રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ પાટીલ રહ્યા હાજર.

પંચમહાલ,

  પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે આવેલા ગદુકપુર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી.કે.પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનુ લોકાપર્ણ કરવામા આવ્યુ હતુ.તેમજ સરપંચ સંમેલન કાર્યક્રમમાં  હાજરી આપી હતી. ફેબ્રુઆરી માસમાં યોજાનારી પાલિકા તેમજ પંચાયતોની ચુટણી  પ્રચારની શરુઆતના પ્રતિક રૂપે શંખનાદ તેમજ નાસિક ઢોલ વગાડવામા આવ્યા હતા. તેમજ કાર્યકતાઓને આગામી સ્થાનિક સ્વરાજની ચુટણીઓમા ભાજપાને વિજય બનાવા માટે કામે લાગી જવાની અપીલ કરવામા આવી હતી.

  પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે આવેલા ગદુકપુર ખાતે વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આવી પહોચ્યા હતા.જ્યા બાલિકાઓ દ્વારા તેમનુ કંકુ તિલકથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. નવીન ભાજપાના કાર્યાલયને દિપ પ્રજ્વલીત કરી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ખુલ્લો મુકવામા આવ્યો હતો.ત્યારબાદ ભવનનૂ નિરિક્ષણ કરવામા આવ્યુ હતુ.ત્યારબાદ સરપંચ સમેલનમાં પહોચ્યા હતા. વદે માતરમનુ ગાન કરવામા આવ્યુ હતુ. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનુ કડુ તલવાર, મોમેન્ટોઆપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીલે જણાવ્યુ કે ચુટણીનુ રણશિગુ ફુકાવાની પંચમહાલે આજે શરુઆત કરી છે,નાના કાર્યાલયથી નવનિર્મિત કાર્યાલય સુધી પહોચ્યા છે.પેજકમિટીના પ્રયોગના સારા પરિણામો મળ્યા છે. એક લાખ ત્રેવીસ હજાર સભ્યો બની ગયા છે,વિજયભાઈ રુપાણીએ જણાવ્યુ હતુ  ભારતીય જનતા પાર્ટી કાર્યરતાની પાર્ટી છે. પરિવારની પાર્ટી નથી જે  કાર્યકર્તા પંચનિષ્ઠાને વરેલો છે તેવા કાર્યકર્તાની પાર્ટી છે.પાર્ટી વંશ પરાપત કરનારાઓની પાર્ટી નથી.ભાજપો કાર્યકર્તા સર્વધમસમભાવ વાળો કાર્યકર્તા છે. ઘણા કાર્યકર્તા જનસંઘ સાથેથી પાર્ટી સાથે છે.દેશમા સામાજીક સમરસતા બને તે માટે  કામ કરનારા કાર્યકર્તાઓ છે. સતા લાલચુ નહી પણ સમર્પિત કાર્યકર્તા છે.સારૂ કાર્યાલય બન્યુ છે.જેથી કાર્યકર્તાઓને કામ કરવાનો ઉત્સાહ બને.
કાર્યક્રમમા પંચમહાલના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,સુમનબેન ચૌહાણ,જયદ્રથસિંહ પરમાર,સાંસદ રતનસિંહ રાઠોડ,ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા,સહિત સહ પ્રભારી સુધીર ગૂપ્તા,જીલ્લાના પ્રમૂખ અશ્વિન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો,મહિલા હોદ્દેદારો
તેમજ ગ્રામીણ વિસ્તારમાથી આવેલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.