બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ:-શહેરા તાલુકા-જીલ્લા પંચાયતની ચુટણી માટે ટીકીટ વાચ્છુકોની દાવેદારી,

શહેરા

પંચમહાલ જીલ્લામા સ્થાનિક સ્વરાજની ચુટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે.ભાજપે પ્રચારનુ રણશિંગૂ ફુક્યા બાદ સેન્સ પ્રકીયા શરૂ કરી દીધી છે.ભાજપનો ગઢ ગણાતી શહેરા વિધાનસભા બેઠક છે.જેમા શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો અને જીલ્લા પંચાયતની ૭ બેઠકોનો સમાવેશ થાય છે.ગત ચૂટણીના પરિણામ જોવામા આવે તો ભાજપ આ સીટો પર ભારે મતોથી વિજય થઈ છે.આજે શહેરા સરકીટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષકો પરેશભાઈ ચૌહાણ,
ઝાઝમબેન, વિવેકભાઈ  પંચાલ દ્વારા સેન્સ લેવાની પ્રકિયા હાથ ધરવામા આવી હતી.જેમા ઉમેદવારીની ઇચ્છા ધરાવનારાઓ પોતાના બાયોડેટા ચૂટણી નિરીક્ષકોની સમક્ષ રજુ કર્યા હતા.