બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: આશાવર્કર, આંગણવાડી કાર્યકર્તા,તેડાગર બહેનોને કોવિડ રસી મૂકવામા આવી.

પંચમહાલ,

કોવિડની મહામારીની વચ્ચે હવે અનલોકમા હવે તંત્ર દ્વારા સંક્રમણ વધતુ અટકે તે માટે રસી શોધાયા બાદ રસીકરણની કામગીરી શરૂ કરવામા આવી છે.જેમા પંચમહાલ જીલ્લાના  શહેરા તાલૂકાના બોરીયા ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા આશાવર્કર,આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનોને રસીકરણ કરવામા આવ્યુ હતુ.

દેશમા કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે વેકસીનેશનની કામગીરી
તંત્ર દ્વારા શરૂ કરી દેવામાઆવી છે.જીલ્લા અને તાલુકાકક્ષાએ આરોગ્ય કર્મીઓને રસીકરણનો પ્રારંભ કરવામા આવ્યો હતો.જેમા ડોકટર્સ તેમજ આરોગ્ય કર્મીઓ નૂ રસીકરણ કરવામા આવ્યૂ છે.રસીકરણની કામગીરી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે.
ગ્રામીણ વિસ્તારમા આરોગ્યક્ષેત્રમા ફરજ બજાવતા આશાવર્કર બહેનો,તેમજ આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરો તેમજ
તેડાગર બહેનોને રસીકરણ કરવામા આવ્યુ હતુ,આરોગ્ય વિભાગના ડોકર્ટસની નિગરાનીમાં રસીકરણ કરવામા આવ્યુ હતુ.
વેકસીનેશન બાદ અડધો કલાક સુધી નિરીક્ષણ રૂમમા રાખવામા આવ્યા હતા.જેમા કોઈ આડઅસર જોવા મળી ન હતી.અત્રે  નોધનીય છે કે કોરોના મહામારી સમયે લોકડાઉનમા આશાવર્કર બહેનો,આંગણવાડી કાર્યકર્તા બહેનો,તેડાઘર બહેનોએ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બનીને પોતાના જીવના જોખમે  આરોગ્યલક્ષી સર્વેની કામગીરી કરીને ફરજ બજાવી હતી.