પંચમહાલ:- ખેડૂતો,વેપારીઓને સાથે છેતરપીંડી કરનાર દિલીપ રાદડીયા પોલીસના હાથે ઝડપાયો.
પંચમહાલ,છોટાઉદેપુર,વડોદરાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો,તથા અનાજ કરિયાણાના વેપારીઓ સાથે અનાજ ખરીદીને વિશ્વાસ ઉભો કર્યા બાદ નાણા ન ચુકવીને,મૌખિક વાયદો કરીને લાખો રૂપિયાના છેતરપીઁડી આચરનારા ઠગ દિલીપ રાદડીયાને રાજગઢ પોલીસ મથકની ટીમે પકડી પાડ્યો છે.હાલ પોલીસે પુછપરછનો દોર લંબાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનૂસાર જીલ્લા પોલીસતંત્ર દ્વારા ખેડુતો,તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને છેતરપીંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી.જેના આધારે રાજગઢ પોલીસ મથકના આર.આર.ગોહીલ(PSI) સ્ટાફ સાથે આવા છેતરપીંડી કરનારા વોચમાં હતા.તે દરમિયાન ઘોઁઘબા તાલૂકાના ખેડૂતો સાથે છેતરપીઁડી કરનારા દિલીપભાઈ ચમનભાઈ રાદડીયા મૂળ રહે માધવીપુર,તા જસદણ,જી રાજકોટને ઝડપી પાડ્યો હતો.છેતરીપીંડી કરનારા દિલીપભાઈ રાદડીયા તેની
પત્ની કાજલ સાથે મળીને ઘોંઘબા ગામે કુબેર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલીને ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો,અને વેપારીઓ પાસેથી છેલ્લા બે વરસમા પ્રથમ ઉધારમાં અનાજ મકાઈ,કપાસ,ખાતર બિયારણની ખરીદી કરીને તેના બીલ સમયસર ચુકવી આપી ખેડૂતો સામે વિશ્વાસ ઉભો કર્યો હતો.ત્યારબાદ ફરી નાણા ખોટા નહી કરૂ તેમ કહીને મોટા પ્રમાણમા અનાજની ખરીદી કરી હતી.તેમજ નાણા ન ચુકવી ચેક લખી આપીને,તેમજ નાણા ચૂકી આપવાનો મૌખિક વાયદો કરીને,રજીસ્ટ્રર નોટરી કરીને ચેક લખી આપીને ઉધાર બીલના એક ફરિયાદીના 21,94,780 લાખ રૂપિયા ચુકવ્યા ન હતા.વધુમા આરોપી દિલીપ પોતાના ઘરનો સરસામાન લઈને અજાણી જગ્યાએ ફરાર થઈ ગયો હતો.જોકે પોલીસની પકડની વધુ સમય ન રહેતા આખરે કાયદાના સંકજામા આવી ગયો હતો.