પંચમહાલ:-હોળીના આગમનની છડી પોકારતા કેસૂડાના ફુલો,મનોરમ્ય દ્દશ્ય સર્જયૂ.
પંચમહાલ જીલ્લામાં શહેરા તાલુકામા આવેલા જંગલવિસ્તારમાં ખાખરાના વૃક્ષો પર કેસુડાના ફુલો ખીલી ઉઠ્યા છે.કેસૂડાના ફુલો ખીલતા મનોરમ દશ્ય સર્જાઈ રહ્યુ છે.પાનમ સહિતના જંગલમાં અસંખ્ય ખાખરાના વૃક્ષો આવેલા છે.શહેરાથી ગોધરા જતા વખતે રસ્તામા દલવાડા,ખાંડીયાના જંગલો આવે છે.
આ જંગલમાં પણ અસંખ્ય ખાખરાના વૃક્ષો આવેલા છે.હાલ કેસુડાના ફુલો લાગી રહ્યા છે.કેસૂડાના ફુલો મનોરમ્ય વાતાવરણ સર્જી રહ્યા છે.કેસુડાના ફુલોની વાત કરવામા આવે તો તેનો ઉપયોગ હોળી- ધુળેટીમાં થાય છે.
કેસુડાના ફુલોને સુકવીને તેને પાણીમાં ઉકાળવામાં આવે છે.તેમાથી રંગ બનાવીને તેનો ઉપયોગ કરવામા આવે છે.કેસુડાના રંગથી ધુળેટી રમવાથી શરીરને કોઈ નુકશાન થતુ નથી.આમ કેસુડાના ફુલો હોળીના તહેવારની છડી પોકારે છે.પ્રકૃતિપ્રેમીમા પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
કવિ મનોજ ખંડેરિયાએ કહ્યુ છે.
આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના.
ફુલો એ બીજુ કઈ નથી પગલાં વસંતના.