પંચમહાલમા ચુટણીને અનુલક્ષી પોલીસજવાનો દ્વારા ફ્લેગમાર્ચ રાખવામા આવી.
ગોધરા,
પંચમહાલ જીલ્લામાં ૭ તાલુકા પંચાયત અને ૧ જીલ્લા પંચાયતની ચુટણી યોજાવાની છે.પંચમહાલમાં ચૂટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ પણ સજાગ રહે છે.પંચમહાલ પોલીસ વિભાગમાં સમાવીશ દામાવાવ તેમજ શહેરા પોલીસ સ્ટેશનના જવાનોએ ફ્લેગમાર્ચ યોજી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂટણીના દિવસો હવે નજીક આવી રહ્યા છે.રાજકીય પક્ષોનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે.તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવને ટાળવા દામાવાવ પોલીસ દ્વારા પોલીસ મથકની હદમાં સમાવીશ આવતા ગામડાઓમાં તેમજ દામાવાવ અને રીંછવાણી ના મુખ્ય બજારોમાં ફ્લેગમાર્ચ યોજી હતી .જેમાં દામાવાવ પોલિસ મથકના PSI એ.એમ.બારીયા. જમાદારો ,કોન્સ્ટેબલો તેમજ મહિલા કોન્સ્ટેબલો સહિત હોમગાર્ડના જવાનો પણ સંખ્યામાં જોડાયા હતા.અને વિવિધ રૂટનુ પણ નિરીક્ષણ કર્યુ છે.કાયદો અને વ્યવસ્થા જાળવા પંચમહાલ પોલીસ પણ સજાગ બની છે.