રોગ અનેક ઔષધ એક, જાણો કુવારપાઠુ/એલોવેરાનાં ફાયદા,વાંચો કેવીરીતે કરશો ઉપયોગ.
એલોવેરા કુવારપાઠુ કે જેને ઔષધીય ભાષામાં ધૃતકુમારી પણ કહેવાય છે. સામાન્ય રીતે ઘરના બગીચાઓમાં અથવા તો વાડી ખેતરમાં અને વગડાટમાં આ કાંટાવાળા પાંદડા વાળી વનસ્પતિ ઉગતી હોય છે. પરંતુ આપણે તેનાં આયુર્વેદિક ઉપચારોથી અજાણ છીએ, શું તમને ખબર છે એલોવેરા 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે!? તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી છે, તેને સંજીવની છોડ પણ કહેવાય છે. જેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ આવેલી છે. જે અગણિત ઔષધીય ગુણોથી પરિપુર્ણ છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો માટે પણ થાય છે, અને ઔષધરૂપે પણ કરી શકાય છે. એલોવેરાને સૌથી મોટું એન્ટિબાયોટિક માનવામાં આવે છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી પ્રજાતિ છે બાર્બાડેન્સીસ મીલર. આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે જેમાંથી 18 જેટલા એમિનો એસિડ તો માત્ર એલોવેરામાંથી જ મળી આવે છે.
નમસ્કાર વાચક મિત્રો હું આજે લઈને આવી છું એલોવેરાના ઔષધીય ઉપાયો તો ચાલો જાણીએ એલોવેરા ની અંદર કેટલા તત્વો મળી આવે છે.જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો એલોવેરાના જ્યૂસમાં કેલ્શિયમ,સોડિયમ, આયર્ન , પોટેશિયમ,ક્રોમિયમ, મેગ્નેશિયમ મેંગેનીઝ, તાંબા,અને જસત, વગેરે ખનીજ તત્વો મળી આવે છે જે પાચન શક્તિ માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મદદરૂપ બને છે. સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવામા પણ સક્ષમ છે. કિચનમાં કામ કરતા સમયે કેટલીકવાર નાની મોટી ઈજા થઈ જતી હોય છે અથવા તો દાજી જવાતું હોય છે. એવામાં એલોવેરાના જેલમાં વિટામિન ઈ ઓઈલ મિક્ષ કરી દાઝ્યા ઉપર આ મિશ્રણ લગાવો. ઘા જલ્દીથી મટી જશે અને રાહત અનુભવાશે. એલોવેરામાં 18 ધાતુઓ 15 એમિનો એસીડ અને 12 વિટામિન્સ હાજર હોય છે જે લોહીની ઉણપને દુર કરી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
જાણો કુવારપાઠુનાં ઉપચાર અને ફાયદા.
1.ગર્ભધારણ કર્યા બાદ મહિલાઓને પેટ પર કે હાથ પર અથવા તો સાથળ પર સ્ટ્રેચ માર્કની સમસ્યા રહે છે. જેમાં એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક ગાયબ થઈ જાય છે. એલોવેરા જેલ સ્રીઓ માટે એક અકસીર સાબિત થાય છે.
2..એલોવેરાના 13 કુદરતી તત્વ કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર બળતરા અને સોજાને રોકે છે તેમજ ઘાવનાં ડાઘ પણ દુર કરેબછે.
3.સૂર્યકિરણ ના કારણે જો ત્વચામાં બળતરા થતી હોય, તો એલોવેરા જેલથી મસાજ કરવું જોઈએ. અથવા તો તડકામાં બહાર નીકળતા પહેલા એલોવેરા જેલ બોડી પર એપ્લાય કરવી જોઈએ. આવું કરવાથી સ્કિન ગ્લો કરશે અને સ્કિનમાં નેચરલ નિખાર આવશે તથા સન બર્ન પણ થશે નહીં.
4.શેવીંગ કરતી વખતે જો બ્લેડથી ચામડી કપાઈ જાય, તો એલોવેરા જેલ લગાવવું જોઈએ.આ સૌથી સારા આફ્ટર શેવિંગ લોશન તરીકે કામ કરે છે શેવ કર્યા બાદ જો એલોવેરા જેલથી મસાજ કરવામાં આવે તો સ્કિન એકદમ કોમળ બને છે.
5. એલોવેરા ઇમ્યુન સિસ્ટમને ખૂબ જ મજબૂત બનાવે છે. એલોવેરા માં વિટામિન એ,બી,સી અને ડી તથા કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેથી તેમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે. તે કોઈપણ પ્રકારના રોગને મટાડવા સક્ષમ છે નિયમિત રૂપે એલોવેરા જ્યુસ પીવાથી શરીરમાં શક્તિનો વધારો થાય છે.
6.એલોવેરા પાચન તંત્રને પણ તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે એલોવેરામાં કુદરતી ઝેરને દૂર કરવાની ક્ષમતા હોય છે. જેથી રોજ સવારે નિયમિત રૂપે એલોવેરા જ્યૂસ પીવું ખૂબ જ હિતાવહ છે.
7. સાત ભાગ જેટલું પાણી સાત ભાગ જેટલું એલોવેરા જેલ અને ૬૦ ટીપાં નારંગીનું તેલ આ બધું મિક્સ કરીને તમે આ મિશ્રણનો ઉપયોગ નેચરલ ડિઓડરન્ટ તરીકે પણ કરી શકો છો.
8.જેઓને નખ ખાવાની આદત હોય અથવા તો નખ ચાવવાની આદત હોય તેઓએ નખ પર એલોવેરા જેલ લગાવવું જોઈએ આવું કરવાથી આદત ખૂબ જ ઝડપી થી દૂર થઈ જશે.
9.એલોવેરાનું જ્યુસ ગર્ભાશયના રોગોમાં અથવા તો પેટના વિકારોને દૂર કરવા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જેથી નિયમિત રૂપે મહિલાઓ એલોવેરા જ્યૂસ પીવું જ જોઇએ.
10.એલોવેરા ફાઇબર ની ક્ષમતાને વધારે છે. તે સાધારણ બળતરા તેમજ આંતરીક ઘાવમાં મલમ માફક કામ કરે છે. જો તમને કાનમાં સખત દુખાવો રહેતો હોય તો કાનમાં એલોવેરા જ્યૂસના કેટલાક ટીપાં નાખવાથી તુરંતજ રાહત મળે છે. અસ્થમા કે દમની સમસ્યામાં પણ એલોવેરા રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ ચૂક્યું છે.
11.બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે એલોવેરા જ્યૂસ એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે જો આપ દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરતા હોવ તો તે ટાઈપ-૨ ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. અને શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.
12.એલોવેરા જેલ ઘા,છોલાયેલી ત્વચા,તડકાની બળતરા થવી કે તડકાથી ચામડી બળી જતી અટકાવે છે. તથા ખંજવાળને ઓછી કરવામાં મદદરૂપ બને છે.
13.વાળ માટે તો એલોવેરા એક વરદાન સમાન છે. વાળ ધોતી વખતે એલોવેરા જેલથી થોડો સમય વાળના મૂળિયામાં મસાજ કરવી જોઈએ, અથવા તો રાતે સુતા સમયે એલોવેરા જેલનો પેગ માથા માં નાખવો જોઈએ. જેલને માથાપર થોડી વાર રહેવા દઈ ત્યારબાદ વાળ ધોઈ નાંખવાથી વાળ એકદમ મુલાયમ બને છે. ચમકીલા અને સ્વસ્થ બને છે તે એક ઉત્તમ હેર કંડીશનર તરીકે કામ કરે છે.
14. હવે ઉનાળાની મોસમ શરૂ થઈ ચૂકી છે એવામાં એક ગ્લાસ ઠંડા નારીયેલ પાણીમાં બેથી ચાર ચમચી એલોવેરાનો રસ અથવા તો તેનો પલ્પ ભેળવીને પીવાથી શરીરને ઠંડક મળે છે આ જ્યુસ નો નિયમિત ઉપયોગ ઉનાળામાં લાગતી લૂથી રક્ષણ આપે છે.
15. એલોવેરા જેલ રાત્રે સુતા વખતે અથવા તો દિવસ દરમ્યાન આખા શરીરે લગાવવાથી મચ્છરો સામે ત્વચાને રક્ષણ કરે છે.
16.જો તમે વધતાં વજનથી પરેશાન છો તો દરરોજ થોડી માત્રામાં એલોવેરા જ્યુસ પીવાનું શરૂ કરી દો આવું કરવાથી ટુંક જ સમયમાં તમારું વજન નિયંત્રિત થઈ જશે.
17.એલોવેરાને સ્કિન પર કોઈપણ પ્રકારના રિએક્શન માં એન્ટીડોટ ની માફક ઉપયોગ કરી શકાય છે.જો તમને સ્કિન ઈન્ફેક્શન હોય તો નિયમિતપણે એલોવેરા જ્યૂસનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
18.સાંધાના દુખાવામાં પણ એલોવેરા અત્યંત ફાયદાકારક રહે છે એલોવેરા જેલને ઘઉંના લોટમાં મિક્ષ કરીને તેની બાટી બનાવી ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
19.શુદ્ધ એલોવેરાનું જ્યૂસ પીવાથી આંતરડા તંદુરસ્ત રહે છે પ્રોટીન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે તથા નુકસાનકારક બેક્ટેરીયા ઓછા થાય છે.
20. યુવાનોમાં ખીલ થવાની સમસ્યા ઓ ખુબ સામાન્ય રીતે જોવા મળે છે. તેવામાં એલોવેરાના પલ્પમાં મુલતાની માટી અથવા તો ચંદન પાઉડર મેળવીને ત્વચા પર ફેસપેક લગાવવો જોઈએ આમ કરવાથી માત્ર એક જ અઠવાડિયામાં ખીલ ખરા અર્થમા બંધ થાય છે તથા ત્વચા ગ્લો કરે છે.
21. બાળકો માટે પણ એલોવેરા અત્યંત લાભકારક હોય છે જેથી બાળકોને પણ કોઈને કોઈ રૂપે એલોવેરાનું સેવન કરાવવું જોઇએ જેથી શરૂઆતથી જ તેમનું શરીર તંદુરસ્ત રહે.
22. જેઓને ચહેરા પર કરચલીઓની સમસ્યા છે, તેઓએ એલોવેરા જેલ માં તલના તેલનું મિશ્રણ કરી હળવા હાથે ચહેરા પર મસાજ કરવાથી કરચલીઓ દૂર થાય છે અને ચહેરો યુવાન લાગે છે.
23. દાઝી જવાથી અથવા તો વાગ્યા પર એલોવેરાનો રસ લગાવવાથી બળતરામા ખૂબ જ રાહત આપે છે અને લાંબા સમયના એલોવેરા જેલનું મસાજ થી ઘાનુ નિશાન પણ દૂર થાય છે.
24. સ્વસ્થ અને સ્વચ્છ દાંત તથા તમારા મોં અને પેઢા માટે પણ એલોવેરા ખુબ જ ફાયદાકારક છે એલોવેરાના વચ્ચેના પલ્પને માત્ર દસ મિનિટ માટે દાંત વચ્ચે દબાવવાથી ફાયદો થાય છે.
25. જેઓને બેઠાડું જીવન હોય અથવા તો કમરમાં દુખાવાનો સમસ્યા હોય અથવા તો વધુ કામ કરવાથી થાક લાગતો હોય તો દરરોજ સુતા પહેલા થોડી માત્રામાં એલોવેરા જ્યૂસનું સેવન ખૂબ જ ગુણકારી છે.
26. એલોવેરાનું નિત્ય સેવન કરવાથી માસિક સમયે થતા દુઃખાવામાં ઘણી રાહત મળે છે માસિક ઓછું આવતું હોય તો નિયમિત આવે છે.બલ સ્ત્રીઓને માસિક ધર્મ દરમ્યાન થતી તકલીફોમાં એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી રાહત આપે છે.
27. એલોવેરાના જ્યુસ મા સાકર ભેળવીને પીવાથી મોઢામાં પડેલા ચાંદા માં રાહત મળે છે તેમજ એસિડિટીની તકલીફ હોય તો તે પણ આ મિશ્રણ પીવાથી ચોક્કસપણે તકલીફ દૂર થાય છે. તથા પેટમાં થતી બળતરા પણ ઓછી થાય છે.
28. ઉનાળાની ઋતુ ને કારણે ગરમીમાં લુ નો ચડી જતો હોય તો એલોવેરા નો ટુકડો કપાળ પર અને પગના તળિયા પર ઘસવાથી ટૂંક જ સમયમાં તાવ ઉતરી જાય છે.
29. એલોવેરાનો રસ પેટની સમસ્યા જેમકે હરસ જેવા સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે અને સાંધાના દુખાવામાં પણ એલોવેરા જ્યુસ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
30. નિયમિત રૂપે એલોવેરા જ્યુસ પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને પાચન ક્રિયામાં સુધારો થાય છે.
31. ઘણીવાર લોકો ગરમ કે તીખો ખોરાક ખાવાથી પેટમાં માં બળતરા ઉત્પન્ન થાય છે એવામાં એલોવેરા ની એક નાની સ્લાઇસ પર ખાંડનો પાવડર નાખીને જીભ પર રાખી ધીમે ધીમે તેનું સેવન કરવું જોઈએ એવું કરવાથી પેટની બળતરા દૂર થાય છે અને તે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે એલોવેરા જેલ અને બળતરાને દૂર કરવા માટે સક્ષમ છે.
32. જેઓને હાથમાં કે પગમાં અથવા તો શરીરના કોઈ પણ સાથે મરોડ આવી ગઈ હોય તો એલોવેરાને ગરમ કરી તેના પર હળદર નાખીને તે જગ્યા પર બાંધી રાખવું જોઈએ આમ કરવાથી મરોડ થી થતા દુખાવામાં રાહત થશે.
એલોવેરા આપણા જીવન માટે આશીર્વાદ સમાન છે ભલે તેનો સ્વાદ સારો ન હોય પરંતુ તેના ગુણ સો ટકા સારા જ લાગે છે તો તમે પણ તમારા જીવનમાં એલોવેરા નો ઉપયોગ કરી આ બધી સમસ્યાઓથી મુક્તિ મેળવો.@JYESHHTHIKA