બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલમાં ભાજપનો ભગવો, જ્યારે ગોધરા પાલિકાની ચુટણીમાં ઔવેશીની પાર્ટીની એન્ટ્રી.કોંગ્રેસને મતદારોએ આપ્યો જાકારો.

ગોધરા, સ્થાનિક સ્વરાજની ચુટણીના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગોધરા- શહેરા નગરપાલિકા માટે કુલ ૯ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 


મતગણતરીના પરિણામોમાં શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો પૈકી ૨૦ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી જ્યારે ૪ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. ગોધરા નગરપાલિકાના પરિણામો જોઈએ તો ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. જિલ્લા પંચાયતની જિલ્લામાં આવેલી ગોધરા તાલુકામાં આવેલી ૯, કાલોલ તાલુકામાં આવેલી ૦૫, હાલોલ તાલુકામાં આવેલી ૦૫, ઘોઘમ્બા તાલુકામાં આવેલી ૦૬, જાંબુઘોડામાં આવેલી ૦૧, શહેરા તાલુકામાં આવેલી ૦૭ અને મોરવા હડફ તાલુકામાં આવેલી ૦૫ એમ તમામ ૩૮ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયી બન્યા હતા. આ પૈકીની અણિયાદ, દલવાડા, નાંદરવા અને કાનપુરની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. 


આ સાથે જ હાથ ધરાયેલ તાલુકા પંચાયતના પરિણામ જોઈએ તો વિવિધ તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો પર ભાજપ, ૦૬ બેઠકો લર અપક્ષ અને ૦૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. ભાજપે ગોધરા તાલુકા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ૩૩, કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૨, હાલોલ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૩, ઘોઘમ્બા પંચાયતની ૨૬ પૈકી ૨૫, જાબુંઘોડાની તમામ ૧૬ બેઠકો, શહેરા તાલુકા પંચાયતની ૩૦ પૈકીની ૨૮ બેઠકો અને મોરવા હડફ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૧ બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે ગોધરા તાલુકા પંચાયતની પોપટપુરા, હાલોલની શિવરાજપુર, શહેરાની વાડી અને મોરવા હડફની સુલીયાત બેઠક પર  કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. 


ઘોઘમ્બા તાલુકા પંચાયતની બાકરોલ, શહેરાની મંગલિયાણા, કાલોલ તાલુકા પંચાયતની પલાસા અને વેજલપુર, મોરવા હડફની કુવાઝર અને વનેડા બેઠકો અન્ય ઉમેદવારોના ફાળે ગઈ હતી.