બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બ્રિટનમાં ભારત તરફી કન્ઝર્વેટિવ પક્ષનો વિજય થયો

- બોરિસ જ્હૉન્સનના પક્ષને ઐતિહાસિક બહુમતી મળી

- લેબર પાર્ટીના જેરેમી કોર્બિને રાજીનામું આપ્યું

 

લંડન તા.13 ડિસેંબર 2019, શુક્રવાર

બ્રિટનમાં ગુરૂવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં ભારત તરફી ઝોક ધરાવતા કન્ઝર્વેટિવ પક્ષે ઐતિહાસિક બહુમતી મેળવી લીધી હતી. લેબર પાર્ટીના જેરેમી કોર્બિને પરાજય  સ્વીકારીને પક્ષના વડા પદેથી રાજીનામું આપ્યું હતું.


અત્રે એ યાદ રહે કે બ્રિટનમાં વસતા ભારતીય કૂળના હિન્દુઓ સતત કન્ઝર્વેટિવ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરતા હતા. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ કરી ત્યારે લેબર પાર્ટીના જેરેમી કોર્બિને પાકિસ્તાનની તરફેણમાં નિવેદન આપ્યું હતું. 


રાજકીય પંડિતો એ સમયેજ સમજી ગયા હતા સામાન્ય ચૂંટમીમાં લેબર પાર્ટીનું આવી બનશે. પાકિસ્તાન અને બાંગ્લા દેશના મુસ્લિમો લેબર પાર્ટીનો પ્રચાર કરતા હતા.


1980ના દાયકામાં પોલાદી મહિલા તરીકે પંકાયેલાં માર્ગરેટ થેચરની સરકાર પછી કન્ઝર્વેટિવ પક્ષનો આ સૌથી મોટો વિજય ગણાય છે. ભારતીય સમય મુજબ શુક્રવારે એટલે કે આજે સવારે સાડા અગિયાર વાગ્યા સુધીમાં હાઉસ ઑફ કોમન્સ (આમસભા)ની 650માંની 640 બેઠકોનાં પરિણામો જાહેર થઇ ચૂક્યાં હતાં જેમાં બોરિસ જ્હૉન્સનના પક્ષને 358 બેઠકો પર વિજય મળી ચૂક્યો હતો. 


લેબર પાર્ટીને 202 બેઠકો મળી હતી. પરાજય સ્વીકારીને લેબર પાર્ટીના નેતા જેરેમે કોર્બિને રાજીનામું ધરી દીધું હતું. 1935 પછી પહેલીવાર લેબર પાર્ટી આટલા ઘોર પરાજય તરફ આગળ વધી રહી હતી. કોર્બિને જાહેર કર્યું હતું કે હવે પછી ભવિષ્યમાં થનારી ચૂંટણીનું નેતૃત્વ હું નહી કરું.


ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને બોરિસ જ્હૉન્સનને અભિનંદન આપ્યાં હતાં