મહિસાગરના યુવાનો આવ્યા માસુમ બાળક ધૈયરાજસિંહની મદદે.જાણો વધુ
મહિસાગર જીલ્લાના યુવાનો પણ આ માસુમ બાળકના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે
સહભાગી બન્યા છે.મહિસાગર જીલ્લાના યુવાનોએ પોતાના સામાજીક જવાબદારી સમજી આ યુવાનો આગળ આવ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે યુવાનોએ ધૈયરાજસિંહને મદદ કરો.ના સંદેશ સાથે શિવરાત્રીમાં દર્શનાથે આવેલા શિવભકતોને યથાશક્તિ પ્રમાણે દાન કરવા અપીલ કરી હતી.દર્શનાથે આવેલા લોકોએ પણ ધૈયરાજસિંહની મદદ માટેની દાન પેટીમાં યથાશક્તિ પ્રમાણે દાન કર્યુ હતૂ.મહિસાગરના વિવિધ શિવાલયો ખાતે પણ યુવાનોની ટીમે ધૈયરાજસિંહ માટે આ રીતનુ કેમ્પેઇન ચલાવ્યુ હતુ.અભિયાનમાં સહભાગી થનાર યુવક જયદેવસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે અમે મરડેશ્વર ખાતેથી ધૈયરાજસિંહની માટે અભિયાન હાથ ધર્યુ છે.અમે લોકોને પણ મદદ કરવા અપીલ કરીએછે.મહિસાગર જીલ્લાના શિવાલયોમાં પણ અમારી ટીમ કાર્યરત છે.મહાદેવ દાદાની કૃપાથી ૧૬ કરોડ રૂપિયા એકત્રીત થશે તેવી આશા છે.