પંચમહાલ: શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો...જ્યારે ગોધરામાં અપક્ષોએ સત્તા હાસલ કરી.
પંચમહાલ
પંચમહાલ જીલ્લાની શહેરાનગર પાલિકા,અને ગોધરા નગરપાલિકાની ચુટણીઓ યોજાઈ હતી,જેમા શહેરામાં ભાજપે સત્તા હાસલ કરી હતી.મહિલા બેઠકની પ્રમુખપદે વરણી કરવામા આવી હતી.જ્યારે ગોધરાની રસાકસી વાળી ચુટણીમા ભાજપ સત્તાની વિમૂખ રહ્યુ હતૂ,અને અપક્ષોએ સત્તા હાસલ કરી હતી.
- *શહેરામાં ભાજપનો ભગવો લહેરાયો*
શહેરાના નગરપાલિકાના સભાખંડમા ચૂટણી અધિકારીની હાજરીમાં ઉપપ્રમુખ-પ્રમૂખની ચુટણી યોજાઈ હતી.પ્રમૂખ તરીકે ઉર્મિલાબેન નાયકા તેમજ ઉપપ્રમૂખ તરીકે હિમંતસિંહ પગી કારોબારી અધ્યક્ષ તરીકે વિવેકકુમાર પંચાલ,પક્ષના નેતા તરીકે વિમલકુમાર ખુશલાણી,અને દંડક તરીકે સૂરેશકુમાર બારીયાના નામની જાહેરાત થઈ હતી.સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા.
- ગોધરામાં અપક્ષોએ બાજી મારી,ભાજપ સત્તા વિમુખ રહ્યો.
ગોધરા પાલિકાની ચુટણી ભારે રસાકસી વાળી બની ગઈ હતી.ગોધરાના સરદારનગર ખંડ ખાતે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચુટણી પ્રકિયામાં ભાજપે ઉમેદવારી નોંધાવી ન હતી.
જેના કારણે અપક્ષો બાજી જીતવામા સફળ રહ્યા હતા.આ વખતે પ્રથમ વખત ચુટણીમાં ઝંપલાવેલી પાર્ટી AIMIMના વિજેતા સભ્યોની મદદથી અપક્ષોએ પાલીકાનુ સિંહાસન કબજે કર્યુ હતુ.જેમા સંજય સોનીની પ્રમૂખ તરીકે વરણી કરવામા આવી હતી.તેમના સર્મથકોએ ફુલહારથી અભિનંદન પાઠવ્યા હતા.આ ચૂટણીમાં મોટી સંખ્યામા પોલીસ કાફલો ખડકી દેવામા આવ્યો હતો.ભાજપની આશા પર પાણી ફરી વળ્યુ હતૂ.