બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: તાલુકામાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત કેટલા લોકોએ કોવિડ વેકસીન મૂકાવી ? જાણો !

પંચમહાલ, દુનિયાભરમા હાહાકાર મચાવતા કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે.દેશમા ફરી માથુ ઉચક્યુ છે.કોરોના સામેની જંગમા સરકાર કોરોના રસીકરણની કામગીરી હાથ ધરી છે.ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સથી શરૂ થયેલી રસીકરણની ઝુંબેશને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.શહેરા તાલુકામાં પણ કોવિડ રસીકરણની કામગીરીમા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે.તાલુકામા ઉભા કરવામા આવેલા રસીકરણ કેન્દ્રો પર પણ કોવિડ રસીકરણના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો.


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકો 90  જેટલા ગ્રામ્યવિસ્તારનો બનેલો છે.કોવિડની મહામારી સમયે શહેરા તાલુકામાં પણ કોરોના પોઝીટીવ કેસો આવ્યા હતા.કોરોનાને એક વરસ પુર્ણ થયુ છે.સરકારે કોરોનાના સામે જંગમા વેકસીનેશનનુ શસ્ર અજમાવ્યુ છે.સમગ્ર દેશમા રસીકરણની ઝુંબેશની શરૂઆત થઈ છે.શહેરા તાલુકામાં પણ રસીકરણની ઝુંબેશ હાથ ધરવામા આવી છે.જેમા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ઉભા કરવામા આવેલા રસીકરણ કેન્દ્ર ખાતે આરોગ્યકર્મીઓને પ્રથમ રસીમૂકીને અભિયાન શરૂઆત કરવામા આવી હતી.ત્યારબાદ પોલીસકર્મીઓ,આંગણવાડી કાર્યકરો,શિક્ષકો સહિતનાઓને કોરોના રસી મુકવામા આવી હતી.તાલૂકા આરોગ્ય અધિકારી ડો.ભરતકુમાર ગઢવી સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ,ડોકટર્સ,નર્સ સહિતનાઓએ રસીકરણના અભિયાનમાં મહત્વની કામગીરી નિભાવી રહ્યા છે.આરોગ્ય વિભાગના સુત્રો તરફથી મળતી માહીતી મુજબ શહેરા તાલુકામા રસીકરણની કામગીરી જોવામા આવે તો ફ્રન્ટલાઇન કોરોના વોરિયર,હેલ્થકેર,શિક્ષણ,વિભાગ તેમજ 60  વર્ષથી ઉપરના સિનીયર સિટીજનોને પણ કોવિડ રસી મૂકાવામા આવી છે.રસીકરણને લઇને લોકોમા જાગૃતિ લાવાની કામગીરી પણ તાલુકા આરોગ્ય વિભાગની ટીમે કરી છે.જેના પરિણામ મળ્યા છે.જેમા સામેથી રસી મુકાવી રહ્યા છે.જેમા શહેરા તાલુકામાં રસીકરણના આંકડાની વિગત જોવામા આવે તો રસીકરણના પ્રારંભથી અત્યાર સુધી 24,843 લોકોનૂ રસીકરણ કરવામા આવ્યુ છે.