બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શું આપનો હોદ્દો શોભા વધારવા માટે જ છે?

આજકાલ દેશમાં ખૂબ જ સંગઠનો ચાલે છે. એ સંગઠનો નિશ્ચિત હેતુ માટે હોય છે. કોઈપણ સંગઠનનો હેતુ ભલે ગમે તે હોય પણ એનું કામ અથવા ધ્યેય પાર પાડવા માટે જોઈએ તો માણસ જ.


એનો અર્થ સીધેસીધો એ જ થાય કે કોઇપણ સંગઠન મનુષ્ય વગર ન જ ચાલે. પણ શું આજકાલ જે સંગઠનો ચાલે છે એમાં જે પદે લોકો બેઠા છે, એ એને લાયક છે ખરા?


આર.એસ.એસ. પોતાનું જીવન ખપાવનાર એક કાર્યકર્તા શ્રી નાનારાવ પાલકર હંમેશા એમના જાહેર ભાષણોમાં કહેતા કે There is no decorative post in RSS. All are living posts. અર્થાત સંઘમાં કોઈ શોભાનું પદ નથી બધા જ સજીવ પદ છે. આ વાક્યનું એ તમામ લોકોએ સદૈવ ચિંતન કરવું જોઈએ જેઓ જાહેર જીવનમાં કામ કરે છે અથવા કામ કરવા ઈચ્છે છે.


શું કોઈ સંસ્થામાં પદ મેળવી લેવાથી એ પદની ગરિમા જળવાઈ જશે?


કોઈપણ સંસ્થાના કોઈપણ પદ પર બેસવાથી એ વ્યક્તિએ હંમેશા એ સ્મરણ રાખવું જોઈએ કે એ વ્યક્તિએ એ પદની ગરિમા જળવાય એના માટે શું કર્યું? વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે તે એ પદને શોભાવવા માટે નહીં પરંતુ કાર્યને દિશા આપવા બેઠો છે. જો યોગ્ય ન્યાય ન આપી શકાય એવું હોય તો એ પદ પર બેસતાં પહેલાં યોગ્ય બનવું ખૂબ જ આવશ્યક છે.


દરેક સંસ્થાના પદાધિકારીઓએ એ જે પદ પર બેઠા હોય એના માટે ધીમેધીમે યોગ્ય બનવાનો ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.


આભાર

જીજ્ઞેશભાઈ સોની
કડી.