પંચમહાલ:- મોરવા (હ) વિધાનસભા મત વિભાગના સામાન્ય નિરીક્ષકઅને ચૂંટણી ખર્ચ નિરીક્ષક નિમાયા
મોરવા હડફ,
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 125- મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત પેટાચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા તેમજ એમ.સી.સી.ની ટીમોને ફરિયાદો અંગે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તેમજ ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. 125-મોરવા હડફ વિધાનસભા મત વિભાગના સામાન્ય નિરીક્ષક-જનરલ ઓબ્ઝર્વર તરીકે હરપ્રીત સિંઘ (આઈ.એ.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે.
તેઓ 125- મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીને લગતી સામાન્ય વ્યવસ્થા ઉપર નજર રાખશે. તેઓનો સંપર્ક મોબાઈલ નંબર 8758130746 તેમજ લેન્ડ લાઈન નં- 02672 247960 પર કરી શકાશે. આ ઉપરાંત, ચૂંટણી ખર્ચના નિરીક્ષક- એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર તરીકે મૃત્યુંજય સૈની (આઈસીએએસ)ની નિમણૂંક કરવામાં આવી છે, જેઓ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખશે. તેઓનો સંપર્ક મોબાઇલ નંબર 8758131746 તેમજ લેન્ડલાઈન ટેલિફોન નંબર- 02672 247958 પર કરી શકાશે. આ અધિકારીઓ ગોધરા સર્કિટ હાઉસ ખાતે રોકાયા છે.