શહેરા: અણિયાદ ચોકડી પાસે ઇજા પામેલા ગલુડીયાની સારવાર કરતી કરૂણા એનિમલની ટીમ.
શહેરા,
વાહનોથી ધમધમતા ગોધરા-શહેરા હાઈવે માર્ગ પર કોઇ અજાણ્યા વાહનની અડફેટે અણિયાદ ચોકડી શહેરા પાસે નાના ગલુડીયાને ઇજા પહોચી હતી.તે વખતે ત્યાથી પસાર થતા સલામપુરાના યુવાન હસમૂખ સોલંકીએ જીવદયા દાખવીને કરૂણા એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ને ફોન કર્યો હતો.
ત્યા થોડીવારમા જ કરૂણા એમ્બ્યૂલન્સ આવી પહોચી હતી.અને ડોકટરોની ટીમ દ્વારા નાના ગલૂડીયા ની સ્થળ પર સારવાર કરવામા આવી હતી.તેના પગે ઇજા થઈ હોવાથી પગે પાટો બાંધીને સારવાર કરવામા આવી હતી.પોતાની સામાજીક ફરજ અદા કરીને મૂંગા પશુઓની સારવારનુ ઉત્તમ ઉદાહરણ કરૂણા ટીમે પુરૂ પાડ્યુ હતૂ.