પંચમહાલ: પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી મંદિર બંધ રહેશે.
પંચમહાલ,હાલોલ
પંચમહાલ જીલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર કોરોનાના વધતા સંક્રમણને કારણે ચૈત્રી નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.માઈભકતોએ હવે ઘરેબેઠા ઓનલાઈન દર્શન કરી શકશે.જેમા તારીખ ૧૨-૪-૨૧ સોમવારથી થી તારીખ ૨૮-૪-૨૧ બુધવાર સુધી પાવાગઢ મહાકાલી મંદિર બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકામા પાવાગઢ ડુંગરની ટોચે પાવાગઠ મહાકાલી માતાની જાણીતી શક્તિપીઠ આવેલી છે.જેમા ગૂજરાત સહિત રાજ્ય બહારમાથી પણ માઈ ભકતો આવે છે.કોરોનાની મહામારીને પગલે નવરાત્રીમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારે હવે આગામી ૧૩ તારીખથી હિન્દુ ધર્મમાં આસ્થાનુ પ્રતિક ગણાતા ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે.
ત્યારે લાખોની સંખ્યામાં માઈભકતો આવતા હોય છે.એક બાજુ કોરોનાની બીજી લહેરની અસરથી દેશભરમા કોરોનાના કેસો વધી રહ્યા છે.ગુજરાતમાં તેમની અસર જોવા મળી રહી છે.મંદિર પ્રશાસન પણ કોરોનાનો વ્યાપ ન વધે તે માટેના પ્રયત્ન કરી રહ્યુ છે.હાલોલ સરકીટ હાઉસ ખાતે પાવાગઢ મંદિર પ્રશાસન,સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજીત પત્રકાર પરિષદ યોજાઈ હતી. લોકોના સ્વાસ્થય અને સલામતીને ધ્યાનમાં લઈને તંત્ર સાથે વહીવટી તંત્ર,પોલીસ તંત્ર સાથે ચર્ચાવિચારણા કરીને કોરોનાનુ સંકમણ ના વધે તે માટે ૧૨-૪-૨૧ સોમવારથી થી ૨૮-૪-૨૧ બુધવાર સુધી પાવાગઢ મહાકાલી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.નવરાત્રીમા પોતાના ઘરે રહીને માતાજી આરાધના કરે.જો કોઇ નવી ગાઇડલાઈન સરકાર તરફથી ન આપવામા આવે તો ૨૯-૪-૨૦૨૧ ના રોજ મંદિર રાબેતા મૂજબ ખોલવામાં આવશે.