બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ:ગોધરામાં કોરોનાની ચેઇન તોડવા આજથી ત્રણ દિવસનું લોકડાઉન,બજારો દુકાનો રહ્યા બંધ.

પંચમહાલ,

પંચમહાલ જીલ્લામાં કોરોનાની પરિસ્થીતી વકરતા વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ છે.વેપારીઓ અને તંત્ર સાથેની મીંટીગમા શુક્ર શનિ,રવિ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો,
ગોધરા શહેરમાં વહેલી સવારથી બજારો સંપૂણ બંધ  જોવા મળ્યા હતા.

પંચમહાલ જીલ્લામાં કોરોનાના કેસોના કારણે સ્થીતી વકરી છે.ત્યારે હાલમાં કોરોનાની વધતી પરિસ્થીતી સામે સ્વેચ્છિક લોકડાઉન કરવામા આવ્યુ છે.ગોધરાશહેરમાં સવારથી બજારો સંપુર્ણ બંધ રહ્યા હતા.સાથે સાથે જીવનજરૂરિયાતની દૂકાનો અને મેડીકલ સેવાઓ ચાલુ રહી હતી.આજથી ત્રણ દિવસ સુધી વેપારી મંડળો અને તંત્રની પરસ્પર સંમતિથીસ્વૈચ્છીક લોકડાઉન લાગૂ કરાયુ છે.જેથી કોરોનાના સંક્રમણની ચેઇન તૂટી શકે.લોકડાઉનનો પણ પોલીસ અમલવારી કરાવી રહી હતી,જોકે લોકડાઉન બાદ તા. 26 એપ્રિલ થી  5 મેં સુધી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બજારો રહેશે ખુલ્લા રહેશે.આગામી 5 મેં સુધી થશે આ નિર્ણયનો અમલ કરવામા આવશે.ગોધરા શહેરના વેપારીઓ સાથે જિલ્લા કલેકટર તેમજ ગોધરાના ધારાસભ્ય સહિતની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.