બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શહેરાનગર આજથી ત્રણ માટે સ્વૈચ્છિક લોકડાઉન,વેપારીઓએ દૂકાનો બંધ રાખી.


શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લાગ્યુ છે.વેપારીઓ અને તંત્ર સાથેની મીટીંગમાં આ નિર્ણય કરવામા આવ્યો હતો.ત્રણ દિવસ બાદ
બજારો સાંજના ૪ સૂધી ખુલ્લા રહેશે.કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે હવે સ્થાનિક લેવલે જ આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.જે ઈચ્છનીય છે.માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી.

શહેરામાં આજે લોકડાઉનનો સવારથી જ અમલ જોવા મળ્યો હતો.શહેરાનગર સામાન્ય દિવસોમા ધમધમે છે.આજ સવારથી વેપારીઓ લોકડાઉનનો અમલ કરતા જોવા મળ્યા હતા.શહેરાનગરમાં બસ સ્ટેશન વિસ્તાર,સિંધી ચોકડી,અણિયાદ ચોકડી,મેઈન બજાર,નાડા રોડ સહિતના વિસ્તારોમાં સ્વંયભુ  લોકડાઉનની અસર જોવા મળી હતી.બજાર બંધ  જોવા મળ્યો હતો.ત્યારે આવશ્યક મેડીકલ સેવાઓ સહિત ચાલુ રહી હતી.શહેરાનગર માથી પસાર થતા હાઇવેમાર્ગ પર પણ વાહનોની અવરજવર ઓછી જોવા મળતી હતી.