શહેરા: મોરવા રેણા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું MLA જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના મોરવા હડફ ખાતે નવીન આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી કરવામા આવી છે,ધારાસભ્ય દ્વારા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનને ખુલ્લુ મુકવામા આવેલ હતૂ
શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યુ હતૂ.સ્થાનિકો અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ હતી કે અહી સુવિધાવાળુ આરોગ્ય કેન્દ્ર બનાવામા આવે જેથી બિમારદર્દીઓને કોઈ તકલીફ ના પડે,હાલમા સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર બનાવામાં આવ્યુ હતૂ.જેને ખુલ્લુ મૂકવામા આવ્યુ હતૂ.આરોગ્ય કેન્દ્રના ઉદઘાટનમાં ધારાસભ્ય સાથે તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી તેમજ મોરવા રેણા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.નવીન આરોગ્ય કેન્દ્ર બનવાથી હવે મોરવા રેણા તેમજ આસપાસના ગામોના લોકોને ઘર આગણે આરોગ્યલક્ષી સુવિધા મળી રહેશે.તેમને દૂર શહેરા,ગોધરા સુધી લંબાવવુ નહી પડે.