બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરા:-જુની રદ કરાયેલી ચલણી નોટો સાથે ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડ્યા.


પંચમહાલ જીલ્લાની ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે સરકાર દ્વારા રદ કરાયેલી 500 રૂપિયાની જુની ચલણી નોટો સાથે ત્રણ જેટલા ઇસમને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનૂસાર પંચમહાલ જિલ્લાના ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલને બાતમી મળી હતી શહેરમા એક અલ્ટો કાર લઈને ત્રણ ઈસમો સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી ચલણી નોટો લઇ ગોધરા શહેરમાં ફરે છે. જે બાતમી આધારે પીઆઈ એચ એન પટેલ એ ગોધરા બી ડીવીઝન પોલીસ મથક પી.એસ.આઈ એન આર રાઠોડ ને બાતમી વાળી સફેદ કલરની અલ્ટો ગાડી પર વોચ રાખવા માટે કહ્યું હતું જેથી પેટ્રોલીંગ દરમિયાન એક સફેદ કલરની અલ્ટો ગાડી તપાસ કરતા એક કાળા કલરની બેગ માથી સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી 500 ના દરની ચલણી નોટોનો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે 3,91,500 રૂપિયા અને અલ્ટો ગાડી કીમત 60000 તથા ત્રણ મોબાઇલ ફોન જેની કિંમત 15000 સાથે ત્રણ ઈસમોમાં શૈલેષભાઈ અંબાલાલ પટેલ,ઇસરાર નૂર પઠાણ,ફીદાલી ફિરોજ રહે ગોધરા તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નોધનીય છેકે પંચમહાલ જીલ્લામાં આ પહેલા પણ પોલીસ દ્વારા જૂની ચલણી નોટો સાથે ઇસમોને પકડી પાડ્યા છે.ત્યારે આ ફરી એક વાર ચલણી નોટોનુ ભુત ધૂણ્યુ છે.