ગોધરા: બખ્ખર ગામની મહિલાના પરિવારજનોને MLA સી.કે.રાઉલજીનાં હસ્તે સહાયચેકનું વિતરણ
ગોધરા,
ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે તાઉતે વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલી મહિલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો એક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બખ્ખર ગામે તાજેતરમા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી મહિલા રહીશ કંચનબેન મોહનસિંહ બારીયાનૂ અકસ્માતે મોત થતા પરિવારજનો આઘાત પામ્યા હતા. ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા રાજ્ય સરકારમાં લાભાર્થીને સત્વરે સહાય ચૂકવવા ભલામણ કરી હતી.આખરે તેમની રજુઆતને પગલે મોતને ભેટનાર મહિલાના કુટુંબીજનોને રૂપિયા 4,00,000 લાખની રકમની સહાય મંજુર કરી આપવામા આવી હતી.સહાયનો ધારાસભ્ય સી.કે.રાઉલજીના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.જેમા અરવિંદસિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત, પંચમહાલ,તાલુકા વિકાસ અધિકારી, ગોધરા, તાલુકા પંચાયત ના સદસ્ય, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.