બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા હોવાનો આક્ષેપ....આખરે તંત્રની તપાસમ ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ.


પંચમહાલ,શહેરા.

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી  સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ ફરીયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી.જેને લઇને ગાંધીનગરની ફુડ ટેકનિકલ ટીમ દ્વારા ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી.જેની તપાસમા ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ હતૂ.

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા
અર્થક્ષમ સેવા સંસ્થા મંડળીની શાખા  નંબર-૩ સસ્તા અનાજની દૂકાન આવેલી છે.જ્યા રાહત દરે અનાજ આપવામા આવે છે.ગૂરૂવારના રોજ ચોખાના વિતરણ દરમિયાન ગ્રાહકોએ પ્લાસ્ટિકના ચોખા નીકળતા હોવાની રજુઆત તંત્રને કરતા મામલતદાર દોડી આવ્યા હતા.અને ચોખાના  જથ્થાને પાછો પુરવઠા ગોડાઉનમા મોકલી દેવામા આવ્યો હતો.જીલ્લા પુરવઠા અધિકારીએ વાતને તથ્ય વિહોણી ગણાવીને ચોખાને ફોર્ટીફાઈડ કરીને ઉમેરવામા આવતી હોવાનૂ જણાવ્યુ હતુ.ચોખાને પોષણક્ષમ બનાવવા માટે ૫૦ કિલોની બેગમાં ૫૦૦ ગ્રામ ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવામા આવે છે.

છતા આ મામલે ગાંધીનગરથી ટેક્નિકલ ઓફિસર ફૂડ રિસર્ચ જી.પી.દરબાર અને તેમની ટીમ દ્વારા શુક્રવારના રોજ તપાસ કરવા સરકારી ગોડાઉન ખાતે આવી પહોચી હતી. વધુમા ટેક્નિકલ ઓફિસર ફૂડ રિસર્ચ જી.પી.દરબાર એ ચોખા પોષણ યુક્ત હોવાનું જણાવ્યું હતુ.સસ્તા અનાજ ની દુકાનમાં ફાળવવામાં આવતા ચોખાના 50 કિલો જથ્થામાં  500 ગ્રામ પોષણયૂક્ત  ચોખા ઉમેરવામાં આવે છે.
FCI  માથી પંચમહાલ દાહોદ , છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ફાળવવામાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.