બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: ગોમા નદીના પટમાં ખાણખનીજ વિભાગ અને પોલીસના દરોડા, રેતી ભરેલા ૧૨ ટ્રેકટર જપ્ત કરવામા આવ્યા.

પંચમહાલ,કાલોલ

પંચમહાલ જીલ્લામાં ખનીજચોરો માટે આર્શિવાદ સમાન થઈ રહેલી ગોમા નદીના પટમાથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામા આવતુ હોવાની વ્યાપક બુમોને પગલે વહેલી સવારે ખાણખનીજ વિભાગની ટીમો દ્વારા રેડ પાડવામા આવતા ખનીજચોરોમા નાસભાગ મચી જવા પામી હતી.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલૂકામાથી પસાર થતી
ગોમા નદીના પટમાથી ગેરકાયદેસર  રીતે રેતી ઉલેચીને
સરકારી તિજોરીને આર્થિક નૂકશાન પહોચાડાય રહ્યુ છે.
ગોમા નદીનો પટ જાણે રેતીચોરો માટે આર્શિવાદ સમાન બની રહ્યો છે.અહી તંત્ર દ્વારા રેડ પણ અગાઉ
કરવામા આવી છે.છતા બેબાક બનેતા રેતમાફીયાઓમા કોઈ ડર નથી તેમ લાગી રહ્યુ છે.શુક્રવારે વહેલી સવારે પંચમહાલ ખાણખનીજની ટીમ તેમજ પોલીસ વિભાગે ગોમા નદીના પટમાં અચાનક  દરોડો પાડયો હતો.જેના પગલે રેતીચોરોમાં નાસભાગ મચી જવા પામી હતી.તંત્ર અને પોલીસે 12 જેટલા ટ્રેક્ટર અને લાખો નો મુદ્દા માલ જપ્ત કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.કલેકટર પંચમહાલ અને જિલ્લા પોલીસ વડા ના આગોતરા આયોજન સાથે  રેડ કરવામા આવી છે.હાલ ખનીજ વિભાગ દ્વારા પોલીસ કાર્યવાહી કરવા ની શરૂ કરવામા આવી છે.રેડના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.