બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા:બી ડીવીઝન પોલીસે ચોરીના મૂદામાલ સાથે ઇસમને પકડી પાડ્યો.

ગોધરા,

પંચમહાલ જીલ્લાની ગોધરા બી ડીવીઝન પોલીસે ચોરીમા ગયેલી બાઈક તેમજ સોના ચાંદીના દાગીના,મોબાઈલ ફોન,ચલણી નોટો સાથે ૧,૨૦,૭૦૧ લાખ રૂપિયાના મૂદ્દામાલ સાથે એક ઇસમને વચલા ઓઢા મૂસ્લિમ સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો.પોલીસે ઇસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનૂસાર
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે જૂબેર રફીક વલીવાંકા રહે વચલા ઓઢા મૂસ્લિમ સોસાયટી ખાતે ઉભો છે.તેવી બાતમીના આધારે પોલીસ ટીમે તેની પુછપરછ કરતા તેની પાસેથી બાઈક મળી આવી હતી.અને તેના ઘરમા તપાસ કરતા સોનાચાંદીના દાગીના,મોબાઇલ ફોન,ચલણી સિક્કા, અન્ય ચીજ વસ્તુ મળીને ૧,૦૫,૭૦૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ચોરીની મોટરસાઈકલનો ગૂનો ડીટેકટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.