ગોધરા:એ ડીવીઝીન પોલીસે કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા બે મુંગા પશૂઓને બચાવી લીધા.
ગોધરા,
ગોધરા શહેર એડીવિઝન પોલીસે અબ્દલવાળા ઢાળમાં જુની પોસ્ટ ઓફીસની બાજુમાં આવેલા મકાનમાં કતલના ઇરાદે રાખેલા બે પશૂઓને બચાવી લીધા છે.
પંચમહાલ ગોધરા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ
દ્વારા જીલ્લામાં ગૌવંશની ગેરકાયદેશર હેરાફેરી કરતા વાહનો પકડવા તથા ગૌવંશને કતલ થતા અટકાવવા માટે સઘન પ્રયાસો કરવા માટે આપેલી સુચનાઓના આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.ઝેડ.પટેલની સુચના મુજબ પીએસઆઈ .કે.પી.ઝાલા તથા સ્ટાફના માણસો સાથઅબ્દલવાળા ઢાળમાં જુની પોષ્ટ ઓફીસ નજીક સાદીક મોહમદ સીદીક કુરેશી નામનો ઇસમે એક મકાનમાં કેટલાક પશુઓ કતલ કરવાના ઇરાદે ક્રુરતાપુર્વક દયનીય હાલતમાં બાંધી રાખ્યા છે, તેવી બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરતા મકાનમાંથી ભેસ નંગ-૧ તથા પાડી નંગ-૧ ને છોડાવી પાજરાપોળ ખાતે મોકલી આપવામા આવી હતી.અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.